Wednesday, March 17, 2010

સત્યનારાયણ ભગવાનનું વ્રત થી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. Satyanarayan Bhagvan

સત્યનારાયણ પૂજા


કથા
અધ્યાય ૧

જમણા હાથમાં ફૂલ લઈ રાખી કથાનું શ્રવણ કરવું.

एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः |
पप्रच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु ||


સજ્જનો! એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા.

ऋषय ऊचुः
व्रतेन तपसा किं वा प्राप्यते वांछितं फलम् |
तत् सर्वं श्रोतुमिच्छामः कथयस्व महामुने ||


શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો.

सूत उवाच
नारदेनैव संपृष्टो भगवान् कमलापतिः |
सुरर्षये यथैवाह तच्छृणुध्वं समाहिताः ||


શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું.

एकदा नारदो योगी परानुग्रहकांक्षया |
पर्यटन विविधान् लोकान् मर्त्यलोकमुपागतः ||
ततो दृष्ट्वा जनान् सर्वान् नानाक्लेशसमन्वितान् |
नानायोनिसमुत्पन्नान् क्लिश्यमानान् स्वकर्मभिः ||


એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં.

केनोपायेन चैतेषां दुःखनाशो भवेद् ध्रुवम् |
ईति संचीत्य मनसा विष्णुलोकं गतस्तदा ||


“એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા.

तत्र नारायणं देवं शुक्लवर्णं चतुर्भुजम् |
शंखचक्रगदापद्मवनमालाविभिषितम् ||


ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા.

नारद उवाच
दृष्ट्वा तं देवदेवेश स्तोतुं समुपचक्रमे |
नमो वांगमनसातीत रूपायानन्तशक्तये ||
आदिमध्यान्तहीनाय निर्गुणाय गुणात्मने |
सर्वेषामादिभूताय भक्तानामार्तिनाशिने ||


મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર
કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ‘હું આપને વંદન કરું છું.’

श्रुत्वा स्तोत्रं ततो विष्णुः नारदं प्रत्यभाषत |
किमर्थमागतोऽपि त्वं किं ते मनसि वर्तते |
कथयस्य महाभाग तत् सर्वं कथयामि ते ||


શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ.

नारद उवाच
मर्त्यलोके जनाः सर्वे नानाक्लेशसमन्विताः |
नानायोनिसमुत्पन्नाः पच्यन्ते पापकर्मभिः ||
तत् कथं शमयेन्नाथ लघूपायेन तद् वद |
तत् सर्वं श्रोतुमिच्छामि कृपास्ति यदि ते मयि ||


નારદ બોલ્યા, હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારનાં દુ:ખોથી પીડાય છે. એ દુ:ખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતિ કરું છું.

श्री भगवानुवाच
साधुपृष्टं त्वया वत्स लोकानुग्रहकांक्षया |
यत्कृत्वा मुच्यते मोहात् तच्छृणुष्व वदामि ते ||
व्रतमस्ति महत्पुण्यं स्वर्गे मर्त्ये च दुर्लभम् |
तव स्नेहान्मया वत्स ! प्रकाशः क्रियतेऽधुना ||
सत्यनारायणस्येदं व्रतं सम्यग्विधानतः |
कृत्वा सद्यः सुखं भुक्त्वा परत्र मोक्षमाप्नुयात् ||


શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ! લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પુછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પૂણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિવિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે.

तच्छृत्वा भगवद्वाक्यं नारदो मुनिरब्रवीत् |
किं फलं किं विधानं च कृतं केनैव तद्व्रतम् |
तत् सर्व विस्तराद् ब्रूहि कदा कार्य हि तद्व्रतम् ||


ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, ‘આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તરથી કહો.’

श्री भगवानुवाच
दुःखशोकादिशमनं धनधान्यप्रवर्धनम् |
सौभाग्यसंततिकरं सर्वत्र विजयप्रदम् ||
यस्मिन् कस्मिन् दिने मर्त्यो भक्तिश्रद्धासमन्वितः ||
सत्यनारायणं देवं यजेच् चैव निशामुखे |
ब्राह्मणैर्बान्धवैश्चैव सहितो धर्मतत्परः ||
नैवेद्यं भक्तितो दद्यात् सपादं भक्षसंयुतम् |
रंभाफलं घृतं क्षीरं गोधूमस्य च चूर्णकम् ||
अभावे शालिचूर्णं वा शर्करां च गूडं तथा |
सपादं सर्वभक्ष्याणि चैकीकृत्य निवेदयेत् ||
विप्राणां दक्षिणा दद्यात् कथां श्रुत्वा जनैः सह |
ततश्च स्वगृहं गच्छेत् सत्यनारायणं स्मरन् ||
एवं कृते मनुष्याणां वांछासिद्धिर्भवेद्ध्रुवम् |
विशेषतः कलियुगे लघूपायोऽस्ति भूतले ||


આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મિત્રો અને સગાં વહાલાં સહિત ભેગાં મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતપૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાંને વહેંચવો અને પોતે પણ લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધાં લોકો પોત પોતના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.

ईति श्री स्कंदपुराणे रेवाखंडे सत्यनारायण व्रतकथायाम् प्रथमोऽध्यायः.

બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય

No comments:

Post a Comment