મેષ રાશિઃ શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ.શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
મંત્રઃ હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિ દેહિ દેહિ હ્રીં નમઃ ।
ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદયે નમઃ ।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘શ્રીં’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.
વૃષભ રાશિઃ બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
મંત્ર - શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।
ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૃ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.
મિથુન રાશિઃ ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.
દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.
મંત્ર : શ્રીં શ્રી હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મ્યૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમ : ।
ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.
કર્ક રાશિઃ સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.
મંત્રઃ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન પાલિન્ય મહાલક્ષ્મ્યૈ અસ્માકં ।
દારિદ્રય નાશય નાશય પ્રચુરં ધન દેદિ ક્લીં હ્રીં શ્રીં ।
ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.
સિંહ રાશિઃ બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.
દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.
કન્યા રાશિઃ કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.
ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.
તુલા રાશિઃ
દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.
વૃશ્ચિક રાશિઃ ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ નમો નારાયણાય’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘દેહી સૌભાગ્ય આરોગ્ય દેહિ મે પરમં સુખમ્ । રૃપં દેહિ એ દોહિ યશો દેહિ દ્વિષો જાહ ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.
ધન રાશિઃ શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.
મંત્ર : વક્રતુણ્ડાય હું ।
લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.
‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.
મકર રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.
શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે.કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૃ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
મંત્ર : ઐં હ્રીં શ્રીં સં સિદ્ધિ દો સાધય સાધય સ્વાહા ।
સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.
મીન રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૃપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ એકદન્તાય વિદ્મેહ, વક્રતુણ્ડાય ધીમહિ તન્નો હન્તી પ્રચોદયાત્’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.
તુલા રાશિઃ મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.
ReplyDeleteદરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.