લાલ કિતાબમાં નવગ્રહોની શાંતિ માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે જેમ કે

(૧) સૂર્ય - ઘઉં અને તાંબાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૨) ચંદ્ર - દૂધ અને ચોખાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૩) બુધ - લીલા આખા મગને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

(૪) બૃહસ્પતિ - ચણાની દાળનું દાન મંદિરના પૂજારીને કરવું.

(૫) શુક્ર - ઘી, દહીં, કપૂરનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૬) શનિ - કાળા અડદનું દાન ભિખારીને કરવું.

(૭) રાહુ - સરસવને વહેતા જળમાં પ્રવાહિત કરવું.

(૮) કેતુ - તલને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

રોગમુક્તિ માટે

    ઘરના દરેક સદસ્ય અને અતિથિઓની સંખ્યાની ગણતરી કરી તેમાં ૧ જોડીને કુલ સંખ્યા અનુસાર ગળી રોટલી, દરેક મહિનામાં એક વખત કૂતરાં અને કાગડાઓને ખવરાવવી.

    એક કિલો હલવો અથવા માવો ત્રણ માસમાં એક વખત મંદિર કે ધર્મ સ્થાનમાં દાનમાં આપવો.

    બીમાર વ્યક્તિના વજન બરાબર જવ વહેતાં જળમાં પ્રવાહિત કરી દેવા.

   પોતાના ભોજનમાંથી ગાય, કાગડા અને કૂતરાને ત્રણ ટુકડાઓ એક એક કરીને દરરોજ ખાવા નાખવા.

   રાત્રિના સમયે સૂતી વખતે થોડુંક જળ કોઈ વાસણમાં ભરીને સૂવાના ઓશિકા પાસે મૂકવું. પછી બીજા દિવસે જ્યાં તેનું અપમાન થાય નહીં તેવી જગ્યાએ નાખી દેવું. આવા જળને પોતાના ઉપયોગમાં ક્યારેય ન લેવું.

વિદ્યામાં વિઘ્ન દૂર કરવાને માટે
   ૧૦૦ ગ્રામ છોડાવાળી બદામ લઈ તેમાંથી ૫૦ ગ્રામ ધર્મસ્થાનમાં રાખી લેવી અને ૫૦ ગ્રામ પોતાની પાસે લાલ કપડાંમાં બાંધી એક વર્ષ સુધી સુરક્ષિત રાખવી પછી એક વર્ષ બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દેવી. આ ક્રિયા દરેક વર્ષે કરવી.

   એક સફેદ - કાળા કાંબળાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

  ધાર્મિક પુસ્તકનું દાન ધર્મસ્થાનમાં કરવું.

  એક કેળાનું સતત ૪૦ દિવસો સુધી ધર્મસ્થાનમાં દાન કરવું.

આર્થિક તંગી અને દેવું વધતાં

  પોતાના ભોજનમાંથી દરરોજ કાગડાને રોટલી ખાવા નાખવી.

  રાતે સૂતી વખતે ઓશીકા તરફ પલંગની નીચે કોઈ વાસણમાં જવ રાખવા. સવારે ઊઠીને જાનવરોને ખાવા નાખી દેવા, અથવા ગરીબ લોકોમાં વહેંચી દેવા.

  ઘરમાં જે અતિથિ આવે તેમને મીઠાઈ અવશ્ય ખવરાવવી.

સંતાન સંબંધિત
બાળકના જન્મ પહેલાં એક વાસણમાં દૂધ અને થોડીક મોરસ અથવા બીજા વાસણમાં ખાંડ ભરી સ્ત્રીના હાથનો સ્પર્થ કરાવી તે રાખી લેવી. બાળક થયા પછી આ સઘળી વસ્તુઓને વાસણ સહિત ધર્મસ્થાનમાં દાન કરી દેવું.

કૂતરાનું નર બચ્ચું કે જે પોતાના સમયમાં એકલું જ પેદા થયેલું હોય તેને ઘરમાં રાખવાથી પરિવારની બરકત વધે છે.

વિવિધ જ્યોતિષીય ઉપાયો
  રસોડામાં બેસીને ભોજન કરવાથી ઘર અને પરિવારની બરકત વધે છે.

  શનિવારના દિવસે નદીના વહેતાં જળમાં નારિયેળ અથવા અખરોટ પ્રવાહિત કરવાથી લાભ થાય છે.

  જ્યારે કાર્ય સફળ થઈ રહ્યું ન હોય યા કામ કરવા છતાં અડચણો આવતી હોય ત્યારે પોતાના ઘરમાં ચાંદીના પાંચ વાસણ માટીમાં દબાવી દેવાથી આવતાં વિઘ્નો બંધ થાય છે.

  જો ઘરમાં વાસ્તુદોષ લાગતો હોય તો એક ચાંદીનો તાર પોતાના મુખ્ય દ્વારની નીચે દાટી દેવો અને મુખ્ય દ્વાર તરફ મોં રાખેલ પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો.

  જો રોજગારમાં વિઘ્ન - અંતરાયો વધુ આવી રહ્યા હોય ત્યારે ૧૦ પ્રજ્ઞાાચક્ષુઓને ભોજન કરાવવું જોઈએ અને માતા - પિતાની સેવા કરવી જોઈએ. આમ કરવાથી સઘળાં વિઘ્નો અને અંતરાયો શાંત થઈ જાય છે.

  જો લોખંડનો સામાન કે મશીન ખરીદવાથી હાનિ થતી હોય તો જ્યારે પણ લોખંડનો સમાન ખરીદવામાં આવે તે સમયે તેની સાથે બાળકોનાં કેટલાંક રમકડાં પણ ખરીદી લાવવાં. આમ કરવાથી સ્થિતિ લાભદાયક થઈ શકે છે.

  જો કંઈક અનિષ્ટની સંભાવના લાગી રહી હોય ત્યારે શ્રી દુર્ગા સપ્તશવીનો ૨૧ વખત પાઠ કરવો - કરાવવો જોઈએ.

  જો ઘરની મહિલાઓ પૈકી મા, બહેન, કાકી, ભાભી વગેરે પર નિરંતર કોઈને કોઈ સંકટ આવી રહ્યું હોય ત્યારે ૪૦૦ ગ્રામ નારિયેળનું તેલ, ૪૦૦ ગ્રામ અખરોટ અને ૪૦૦ ગ્રામ છોતરાવાળી બદામ મંદિર યા ધર્મસ્થાનામાં દાન કરવાથી લાભ થાય. આવું દાન શનિવારના દિવસે જ કરવું.

  સો સગાંસંબંધીઓ પૈકી ભત્રીજો, ભાણેજ, મામા વગેરેને કષ્ટ થઈ રહ્યો હોય ત્યારે રવિવારે કે મંગળવારે વાંદરાંને ગોળમાંથી બનાવેલી વસ્તુઓ ખવરાવવી. કીડી - મંકોડાને ઘઉં અથવા બાજરીનો લોટ, ખાંડ મેળવી આપવાથી લાભ થાય.

  નોકરી અથવા વ્યાપારમાં અંતરાયો આવી રહ્યા હોય ત્યારે કૂતરાંને ભોજન કરાવવાથી લાભપ્રદ રહે છે.

  જ્યારે આર્થિક સ્થિતિ અને બાળકો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો હોય ત્યારે તાંબાના ચોરસ ટુકડાઓ જમીનમાં દાટી દેવા. આ ક્રિયા રવિવારે કરવાથી લાભ પ્રાપ્ત થશે.

  શુદ્ધ સોનુ અને કેસર એક સાથે ઘરમાં રાખવાથી પરિવારની ઉન્નતિ થાય છે.

  નેત્રરોગની શાંતિ માટે કદાપિ સાદું જળ પીવું નહીં. તેમાં થોડું મીઠું અગર ખાંડ મેળવીને પીવાથી નેત્રરોગ શાંત થાય છે.

  યાત્રાના શુભપ્રદ ફળને માટે યાત્રા કરતાં પહેલાં સારું ભોજન કરવું અને કેટલંુક ભોજન યાત્રામાં પોતાની સાથે લઈ જવું.

  જો માતાને સતત કષ્ટ થઈ રહ્યું હોય તો ૧૨૧ પેંડા લઈ તે બાળકોમાં વહેંચી દેવા અગર નદીના જળમાં પ્રવાહિત કરી દેવા.

  જો રાતે ખરાબ સ્વપ્નો આવતાં હોય અને તેનાથી ઊંઘમાં ખલેલ પડતી હોય તો રાતે પાણીથી ભરેલું વાસણ પોતાના પલંગની નીચે રાખવું અને સવારે પાણીને કૂવામાં નાખી દેવું.

  જો ખૂબ જ તાવ અને ઉધરસ આવતાં હોય તો ૨૫ કિલો જવ પોતાના ઓશીકા નીચે આવે તેવી રીતે પલંગ નીચે મૂકવા. સવારે આ જવ ગાયને ખવરાવી દેવા કે નદીમાં પ્રવાહિત કરી દેવા.

અન્ય ઘરેલુ જ્યોતિષીય નુસખા
કાર્યોમાં સફળતા માટે
પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામેવાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે.

જ્વર દૂર કરવા માટે
શુક્રવાર અને મંગળવારના દિવસે પીપળાનું દાંતણ કરવું અને દાંતણ કર્યા પછી ફરીને તેને પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દેવું.

અચલ સંપત્તિ માટે
દરેક શુક્રવારના દિવસે નિયમપૂર્વક કોઈ ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું અને શુક્રવારના દિવસે ૭૫૦ ગ્રામ ગોળ ગાયને ખવરાવવો.

સંપત્તિમાં બરકત માટે
શકલ પક્ષમાં ગુરુવારના દિવસે જળકુંભી લાવીને પીળા કપડાંમાં તે બાંધી ઘરમાં લટકાવવાથી ધન - ધાન્યની બરકત થાય છે.

જાડાપણું દૂર કરવો માટે
રવિવારના દિવસે શુદ્ધ રોગની વીંટી પહેરવાથી જાડાપણું દૂર થાય છે.