Wednesday, March 17, 2010

લાલ કિતાબ અનુસાર ગ્રહોના જ્યોતિષીય ઉપાયો

સૂર્યના ગ્રહના જ્યોતિષીય નુસખા

  >>>  નિર્ધન બાળકોની સહાયતા કરવી, સદ્ચરિત્ર બનવું. મા અને દાદીની  આશિષ  મેળવવી. પ્રજ્ઞાચક્ષુને  ભોજન અને ભિક્ષા આપવાં.

 >>>  ગંગાજળ એક ચાંદીના ઘરમાં રાખવું, મંદિરમાં દાન કરવું. નાનાં લાલ મોઢાવાળાં માંકડાને ગોળ અને ચણા ખવરાવવાં.

   >>>  સળગતો અગ્નિ દૂધથી હોલવવો. જમીનમાં ચાંદીનો ચોરસ ટુકડો દાટવો. બ્રાહ્મણ અને કાળી ગાયની સેવા કરવી. પાણીનો ઘૂંટડો પીને કાર્ય   કરવું.

  >>> ગોળ ખાઈને પાણી પીને, કાર્યનો પ્રારંભ કરવો. કાળી/લાલ ગાયની સેવા કરવી. ગોળ અને ઘઉં મંદિરમાં ચઢાવવાં. દક્ષિણમુખી ઘર બનાવરાવવું નહીં.

                   ચન્દ્ર ગ્રહના જ્યોતિષીય નુસખા

  >>> જળાશયમાં પૈસા નાખવા. સોમવારે સફેદ કપડામાં મોરસ બાંધીને પાણીમાં વહેવડાવી દેવી.
 
  >>> ચાંદીમાં મોતી પહેરવું.                

  >>> પલંગની ચોફેરના ખૂણે તાંબાની ખીલી લગાવી દેવી.

  >>> હોસ્પિટલમાં પરબ લગાવવી. સસલું પાળવું. માતા-પિતાની સેવા કરવી. દૂધ અને ચોખાનું દાન કદાપિ કરવું નહીં.

 >>> દર્દીઓને મફત દવા આપવી. કૂવાનું સમારકામ કરાવવું. ફકીરને તાંબાનું પાત્ર યા પૈસા અને ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરવું.

 >>>  સેવકની ધન થકી સહાયતા કરવી. પાણીનો ઘૂંટડો અને કાર્યનો પ્રારંભ કરવો. છતની નીચે કૂવો કે જળકૂપ રાખવા નહીં.

 મંગળ ગ્રહના જ્યોતિષીય નુસખા

 >>> રેવડી, પતાસાં પાણીમાં વહેવરાવવાં, વીજળીનો કારોબાર સંભાળવો. ઘરમાં મૃગચર્મ રાખવું. ભાઈઓ અને મિત્રોની સહાયતા કરવી.

 >>> ઘરમાં હાથીદાંત યા હાથીદાંતની વસ્તુઓ રાખવી. સફેદ રંગની વસ્તુઓ પોતાની પાસે રાખવી, ચાંદીની વીંટી જમણા હાથની આંગળીએ ધારણ કરવી.

 >>> હનુમાનજીને સિંદૂર ચઢાવવું, લાડુનો ભોગ ધરાવવો. મૂંગા રત્નને ધારણ કરવું. લાલ રંગનું વસ્ત્ર સદા સાથે રાખવું. મોટાં ભાઈ-ભાભીની સેવા કરવી.

 >>> પાણીમાં ગોળ નાખી સૂર્યને આ પાણીનો અર્ધ્ય આપવો. વહેતા પાણીમાં ગોળને વહેવડાવવો. ચાંદી, ચોખા પોતાની પાસે રાખવા ઘરમાં હથિયાર રાખવાં નહીં.

 બુધ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> ઘરના પૂર્વી દ્વારમાં સૂર્યની લાલ વસ્તુઓ લગાવવી. બકરીનું દાન કરવું. રાત્રે મગ પલાળી રાખી પ્રાતઃ જાનવરોને ખવરાવવા. ઢાક અથવા આંબાનાં પાન ગાયના દૂધમાં ધોઈને તે જમીનમાં દાટી દેવાં. ફટકડીથી દાંતની સફાઈ કરવી. આખા મગની દાળ ભોજનમાં ખાવી નહીં.

>>> ગોળ વહેતાં પાણીમાં વહેવડાવવો. કેસર ખાવું અને તેનું તિલક કરવું. સોના કે ચાંદીની સાંકળ પહેરવી.

 >>> ગળામાં તાંબાનો પૈસો પહેરવો. લોઢાની લાલ રંગની ગોળી પાસે રાખવી. ખાલી વાસણોમાં તાંબાનો પૈસો નાખી પોતાની પાસે રાખવા.

 ગુરુ ગ્રહના જ્યોતિષી નુસખા

>>> કેસરનું તિલક કરવું. તેલ, બદામ, નારિયેળ પાણીમાં વહેવડાવવાં. નાક સાફ રાખવું. સોનું ગળામાં પહેરવું.

 >>> ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં આપી દેવી. હળદર કે કેસરનું તિલક કરવું. મહેમાનોની સેવા કરવી. ભલાઈનાં કામ કરવાં. સાપને દૂધ પાવું.

>>> શ્રી ગણેશજી અને શિવજીની પૂજા, આરાધના કરવી. પૂજાના સ્થાનની નિયમિત રીતે સાફસૂફી કરી કરવી.

  >>> ચણાનું મંદિરમાં દાન કરવું. પીપળામાં જળ સિંચન કરવું. સોનું ધારણ કરવું. બાળકો સહિત ભાગીદારીમાં વ્યાપાર કરવો.

 >>> શિવજીનાં પૂજા-અર્ચના કરવાં. ગળામાં સુવર્ણ ધારણ કરવું. કપડામાં લાલ ચંદન બાંધી તે પોતાની પાસે રાખવું.

 શુક્ર ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> ગાય અને માતાની સેવા કરવી. સફેદ પથ્થરને ધોઈને તેના પર સફેદ ચંદન લગાવીને પાણીમાં વહેવડાવવો. સદ્ચરિત્ર રહેવું. વિધિવત્ વિવાહ કરવો.

>>> દહીં કે રૃ મંદિરમાં ભેટ કરવું. તેલ વહેવડાવવું. ધરતી પર તેલ પધરાવવું.

>>> કાળી ગાયને ઘાસ વગેરે ખવરાવવું. દહીંથી સ્નાન કરવું. ગોળ ખાવો નહીં.

>>>  સ્ત્રીનું કદાપિ અપમાન કરવું નહીં. પરસ્ત્રીગમન થકી બચવું.

 શનિ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> વાંદરું પાળવું વાંદરાને ચણા ખવરાવવા. વડના મૂળમાં દૂધ સીંચીને તે માટીનું તિલક કરવું. કાળો સૂરમો ભૂમિમાં દાટવો. કાળા અડદ, બદામ, તેલ, કાળું કપડું, લોઢું, વીંટી, ચમચો કોઈ સાધુને દાનમાં આપવો.

>>> નારિયેળ યા બદામ વહેવડાવવાં પગરખાનું દાન કરવું. સાપને દૂધ પાવું, તેલ ભરેલા વાસણમાં પોતાનું મુખ જોઈને તે તેલ પાણીમાં વહેવડાવી દેવું. કાળા અડદ અને સરસિયાનું તેલ મેળવીને તે પાણીમાં વહેવડાવવું.

>>> ગણેશજીનાં પૂજા-અર્ચના કરવાં. ચણાની દાળ પાણીમાં વહેડાવવી. સદાય પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવવું. વ્યસનથી દૂર રહેવું. કોઈની સાથે છેતરપિંડી કરવી નહીં. જૂઠું બોલવું નહીં.

 રાહુ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> માતા સાથે સંબંધ રાખવો. હાથીના પગની માટી કૂવામાં પધરાવવી. ચાંદીની મજબૂત ગોળી પોતાની પાસે રાખવી. વિદ્યુતનો સામાન સાસરી પક્ષમાંથી લેવો નહીં.

>>> સરસ્વતી માતાજીને સતત છ દિવસો સુધી નીલા રંગનાં પુષ્પો અર્પણ કરવા. શીશા/સિક્કાની ગોળી પોતાની પાસે રાખવી.

>>> પોતાની આવકનો કેટલોક ભાગ કન્યા કે બહેનને આપતા રહેવું. ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો. રસોડામાં બેસીને ભોજન કરવું.

કેતુ ગ્રહના જ્યોતિષીય નુસખા
>>> કન્યાઓની સેવા કરવી. કદાપિ પત્નીનું અપમાન કરવું નહીં. કેસર કે ચંદનનું તિલક કરવું. ચાલચલગત બરાબર રાખવી.

>>> કેળાં મંદિરમાં દાનમાં આપવાં, કાળા અને સફેદ તલને પાણીમાં વહેવડાવવા, જમણા હાથની આંગળીમાં સોનાની વીંટી પહેરવી.

>>> સાત-સાત કેળાં નિરંતર ચાર દિવસો સુધી પાણીમાં વહેવડાવવાં. અભિમાનનો ત્યાગ કરવો.

No comments:

Post a Comment