જન્મકુંડળીમાં જો કોઇ દોષ હોય તો તેનું નિવારણ પણ હોય છે. આવો જ એક યોગ છે કાલસર્પ. યોગ્ય જાણકારી ના હોવાને કારણે કાલસર્પ યોગથી હંમેશાં લોકો પીડાતા રહે છે. કાલસર્પ દોષને દૂર કરવા માટેના કેટલાક અસરકારક અને શ્રેષ્ઠ ઉપાય અહીં પ્રસ્તુત છે.
જન્મકુંડળીમાં કાલસર્પ યોગ હોય તો કોઇ સિદ્ધ શિવ ક્ષેમાં વિધિવત શાંતિ કરવો. સંપૂર્ણ કાલસર્પ યંત્રની સ્થાપના કરીને નિત્ય સર્પ સૂક્ત પાઠ કરો. નાગ ગાયત્રીમંત્રનો જપ કરવો શ્રેયકર છે, સોમવારે શિવાલયમાં જઇને શિવલિંગ પર ચાંદીમાંથી બનાવેલા સર્પના જોડાંને અર્પણ કરો. લાલ કિતાબ અનુસાર કેતુના અશુભત્વને દૂર કરવા અથવા અશુભત્વને ગણેશ પૂજન કરીને શુભત્વમાં પરિર્વિતત કરી શકાય છે. લાલ કિતાબમાં ઉલ્લેખ છે કે સરસ્વતી દેવીની પૂજા-આરાધના કરીને રાહુના અશુભત્વને દૂર કરી શકાય છે. ચાંદીના સર્પાકાર લોકેટમાં ગોમેદ અને વૈદૂર્યમણિ જડાવીને ધારણ કરવાથી રાહુ-કેતુના શુભત્વમાં વૃદ્ધિ થાય છે. રાહુ-કેતુ છાયાગ્રહ છે. તે દૂર્ગા પૂજનથી શાંત થાય છે, કારણ કે દેવી દૂર્ગાને છાયારુપેણ માનવામાં આવે છે.નાગને નાથનાર ભગવાન શ્રીકૃષ્ણની તસવીર સામે બેસીને ૧૦૮ વાર નમો ભગવતે વાસુદેવાયનો દરરોજ જપ કરો. તેનાથી જરૃર શુભ ફળ મળશે.
રાહુ-કેતુની પ્રતીક સામગ્રી કોઇ સુપાત્રને દાન કરતા રહેવાથી આ બંને ગ્રહોના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં દરરોજ ભગવાન શંકરને દૂધ-જળનો અભિષેક કરવાથી રાહુ-કેતુ વ્યક્તિનું કંઇ અનિષ્ટ કે અશુભ કરી શક્તા નથી. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવાથી અથવા સોળ સોમવારનું વ્રત કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. પીડાકારક રાહુ-કેતુને પ્રસન્ન કરવા અથવા શુભતા મેળવવા માટે તેમના બીજમંત્રોનો રાત્રે નિયમિત જપ કરવો જોઇએ. શિવ સહસ્ત્રનામ અને હનુમાન સહસ્ત્રનામનો નિત્ય પાઠ કરવાથી અનેક પ્રકારની ગ્રહપીડામાં શાંતિ થાય છે. કન્યાદાન કરવાથી રાહુ અને કપિલા ગાયનું દાન કરવાથી કેતુના કોપમાં શાંતિ મળે છે.
રાહુ માટે આછા નીલા અને કેતુ માટે આછા ગુલાબી રંગનાં વસ્ત્ર પહેરવાં અને દાન કરવું શાંતિદાયક છે. રાહુ-કેતુના શાંતિ અર્થે અઢાર શનિવાર રાહુ-કેતુની પૂજા કરવી જોઇએ અને ઉપવાસ પણ કરવો જોઇએ. રાહુ-કેતુની શાંતિ માટે શ્વેત ચંદનના ટુકડાને નીલા રેશમી વસ્ત્રમાં લપેટીને બુધવારે ધારણ કરવું જોઇએ.
બુધવાર અથવા ગુરુવારે અશ્વગંધાના મૂળના ટુકડાને આસમાની રંગના કપડામાં લપેટીને ધારણ કરવાથી કેતુની પીડાનું શમન થાય છે. ૨૦૦ ગ્રામ જેટલી ચાનું ૧૮ બુધવાર સુધી દાન કરવાથી રોગકારક અનિષ્ટકારી રાહુ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો કેતુ રોગકારક હોય તો રોગગ્રસ્ત વ્યક્તિએ પોતાના હાથે ઓછામાં ઓછા ૭ બુધવાર સુધી ભિક્ષુકોને હલવો ખવડાવવો.રાહુ-કેતુની અશુભતાના નિવારણ માટે તેમના પ્રિય રત્ન ગોમેદ અને લસણિયાનું દાન કરવું જોઇએ. રાહુની શાંતિ માટે શ્રાવણ માસમાં રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ અને કેતુની શાંતિ માટે નવરાત્રિમાં છિન્નમસ્તાદેવીનું નવ દિવસ અનુષ્ઠાન કરવું જોઇએ.રુદ્રાક્ષની માળાથી દરરોજ નમઃ શિવાય મંત્રનો પંચમુખી શિવજીની તસવીર સામે બેસી પાંચ માળાનો જપ કરો.રાહુ-કેતુની અશુભતા તીવ્ર હોય તો મહામૃત્યુંજય મંત્રનો બ્રાહ્મણ પાસે જપ કરાવો.ભગવાન નરસિંહ અથવા ભૈરવની પૂજા તથા સ્તુતિ અને દર્શન કરવાથી રાહુ-કેતુની બાધા કે દોષ દૂર થાય છે.
No comments:
Post a Comment