શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
શ્રી ગજાનનનું હાથીનું મસ્તક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્ય વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્ય-અસત્યની વાતોમાંથી સત્ય વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્તકની ઝીણીઆંખો દ્વારા સમસ્ત સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્યવી વસ્તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્ધી પણ સાંપડે છે.
અવતાર
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
૪) કલિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.
બાર નામ
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
શ્રી ગણેશ આરતી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||
શ્રી ગણેશ અથર્વશીર્ષ
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |
સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |
સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | |
ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ |
ત્વમેવ કેવલં કર્તાસિ | ત્વમેવ કેવલં ધર્તાસિ |
ત્વમેવ કેવલં હર્તાસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ |
ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ | |૧| |
ઋતં વચ્મિ | સત્યં વચ્મિ | |૨| |
અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ |
અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ |
અવ ધાતારમ્ | અવાનૂચાનમવ શિષ્યમ્ |
અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ |
અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ |
અવ ચોર્ધ્વાત્તાત | અવાધરાત્તાત્ |
સર્વતો માં પાહિ પાહિ સમન્ત્તાત્ | |૩| |
ત્વં વાઙ્મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનન્દમયસ્ત્વં બ્રહ્મમયઃ |
ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ |
ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ | |૪| |
સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ |
સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ |
ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભઃ | ત્વં ચત્વારિ વાક્પદાનિ | |૫| |
ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ |
ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ |
ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ |
ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ |
ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વમિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં
વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ | |૬| |
ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિંસ્તદનન્તરમ્ | અનુસ્વારઃ પરતરઃ |
અર્ધેન્દુલસિતમ્ | તારેણ ઋદ્ધમ |
એતત્તવ મનુસ્વરુપમ્ | ગકારઃ પૂર્વરુપમ્ |
અકારો મધ્યમરુપમ્ | અનુસ્વારશ્ચાન્ત્યરુપમ્ |
બિન્દુરુત્તરરુપમ્ | નાદઃ સન્ધાનમ્ |
સંહિતા સન્ધિઃ | સૈષા ગણેશવિધા |
ગણક ઋષિઃ | નિચૃદ્ગાયત્રી છન્દઃ |
શ્રીમહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમઃ | |૭| |
એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ |
તન્નો દન્તિઃ પ્રચોદયાત્ | |૮| |
એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ | રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ |
રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્તગન્ધાનુલિપ્તાન્ગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ |
ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ |
એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ | |૯| |
નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે
નમસ્તેઽસ્તુ લમ્બોદરાય એકદન્તાય વિઘ્નવિનાશિને
શિવસુતાય શ્રીવરદમૂર્તયે નમઃ | |૧૦| |
એતદથર્વશીર્ષં યોઽધીતે | સ બ્રહ્મભૂયાય કલ્પતે |
સર્વવિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખમેધતે |
સ પઞ્ચમહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ |
પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુઞ્જાનઃ પાપોઽપાપો ભવતિ |
ધર્માર્થકમમોક્ષં ચ વિન્દતિ ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ |
યો યદિ મોહાદ દાસ્યતિ | સ પાપિઇયાન્ ભવતિ |
સહસ્ત્રાવર્તનાદ્યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ | |૧૧| |
અનેન ગણપતિમભિષિઞ્ચતિ | સ વાગ્મી ભવતિ |
ચતુથ્ર્યામનશ્નન્ જપતિ | સ વિધાવાન્ ભવતિ |
ઇત્યથર્વણવાક્યમ્ | બ્રહ્માધાચરણં વિધાન્ન બિભેતિ કદાચનેતિ | |૧૨| |
યો દૂર્વાન્કુરૈર્યજતિ | સ વૈશ્રવણોપમો ભવતિ |
યો લાજૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ |
સ મેધાવાન્ ભવતિ | યો મોદકસહસ્ત્રેણ યજતિ |
સ વાઞ્છિતફ્લમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ |
સ સર્વં લભતે સ સર્વં લભતે | |૧૩| |
અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા | સૂર્યવર્ચસ્વી ભવતિ |
સૂર્યગ્રહે મહાનધાં પ્રતિમાસન્નિધૌ વા જપ્ત્વા | સિદ્ધમન્ત્રો ભવતિ |
મહાવિઘ્નાત્ પ્રમુચ્યતે | મહાદોષાત્ પ્રમુચ્યતે |
મહાપાપાત્ પ્રમુચ્યતે | મહાપ્રત્યવાયાત્ પ્રમુચ્યતે |
સ સર્વવિદ્ભવતિ સ સર્વવિદ્ભવતિ | ય એવં વેદેત્યુપનિષત્ | |૧૪| |
No comments:
Post a Comment