Monday, April 5, 2010

શ્રી ગણેશ કથા – મૂષકવાહન

એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં.

આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.

ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..

બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.

No comments:

Post a Comment