ભાદરવા સુદ-૪થી ૧૪ સુધી (ગણેશ ચતુર્થીથી અનંદ ચૌદશ સુધી) ભગવાન ગણપતિનું વિધિવત્ પૂજન કરી નીચેના બાર નામનો પાઠ કરવો.
ઓમ સુમુખાય નમ: । ઓમ એકદંતાય નમ: । ઓમ કપિલાય નમ: । ઓમ ગજકર્ણાય નમ: । ઓમ લમ્બોદરાય નમ: । ઓમ વિકટાય નમ: । ઓમ વિઘ્નનાશાય નમ: । ઓમ વિનાયકાય નમ: । ઓમ ગજાનનાયનમ: । ઓમ ગણાધ્યક્ષાય નમ: । ઓમ ભાલચંદ્રાય નમ: । ઓમ ધૂમ્રકેતવે નમ: ।
બાર નામનો ૧૧ વાર પાઠ કરવો. સાથે સાથે ગણપતિને દૂધનો અભિષેક અને દુર્વા ચઢાવવો. દુર્વા ચઢાવતા ‘ઓમ ગં ગણપતયે નમ: ।’ મંત્રનો જાપ કરવો. આ મંત્રની ૧૧, ૨૧ કે ૫૧ માળા ઉત્તમ ગણાય છે. જેનાથી વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, પુત્ર માટે પુત્રપ્રાપ્તિ, મનપસંદ વર માટે વરપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે મોક્ષ મળે છે તેમ જ અન્ય સર્વ પ્રકારની કામનાઓ સિદ્ધ થાય છે.
તેમ જ સંકટોના નિવારણ માટે નારદપુરાણમાં ‘સંકટનાશન ગણેશ સ્તોત્રમ્’નો પાઠ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે અને સંકટોનો નાશ થાય છે.
No comments:
Post a Comment