ભગવાન હનુમાનજીની ઉપાસના મંત્ર :
ૐ નમ: હનુમતે, રુદ્રાવતારાય, વિશ્વ-રૂપાય, અમિત વિક્રમાય, પ્રકટ-પરા-ક્રમાય, મહાબલાય, સૂર્ય-કોટી-સમ-પ્રભાય, રામદૂતાય નમ:
ભગવાન ઘંટાકર્ણ ઉપાસના મંત્ર :
ૐ ઘંટાકર્ણ મહાવીરાય નમ:
મનુષ્ય માત્ર સ્વસ્થ જીવન, માનસકિ શાંતિ, સમૃદ્ધિ, પારિવારિક મધુરતા, આત્મીયભાવ મેળવવા માટે હંમેશાં ઉત્સુક હોય છે. પણ શું આ બધું દરેક વ્યકિતના ભાગ્યમાં હોય છે? દીપોત્સવી હોય કે નવરાત્રિ, ગણેશચોથથી અનંત ચર્તુદશી, કાળીચૌદસ, રૂપચૌદસના દિવસે ખાસ કરીને વિશેષ ઉપાસના વિશેષ ફળદાયી હોય છે.
શારીરિક, માનસિક, આઘ્યાત્મિક શક્તિ જળવાઇ રહે, વિજય અને સફળતા મળે તે માટે આઘ્યાત્મિક ઉપાયોમાં ઉપાસના, મંત્રજાપ પર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું. ઉપાસના અનેક પ્રકારની હોય છે. તાંત્રિક, માંત્રિક, યજ્ઞ, પૂજા, ભક્તિ, ઘ્યાન વગેરે અનેક પ્રકારથી આઘ્યાત્મિક ઉપાસના કરી અરિષ્ટયોગોની શાંતિ કરી શકાય.નવગ્રહ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે નિમ્નમંત્રોના જપ વિશેષ લાભદાયી છે.
‘સૂર્ય દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - મંગલાયૈ નમ:
‘ચંદ્ર દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - પિંગલાયૈ નમ:
‘મંગળ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ધાન્યાયૈ નમ:
‘બુધ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ભ્રામર્યૈ નમ:
‘ગુરુ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ઈભદ્રીકાયૈ નમ:
‘શુક્ર દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ઈઉલ્કાયૈ નમ:
‘શનિ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - સિદ્ધાયૈ નમ:
‘રાહુ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - સંકટાયૈ નમ:
‘કેતુ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - વિકટાયૈ નમ:
બટુક ભૈરવ ઉપાસના મંત્ર:
ઓમ્ હ્રીં બટુકાય આપદુદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીં ઓમ્
મહામૃત્યુંજય મંત્ર જપ:
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોમૃર્ક્ષીયમામૃતાત્ ૐ સ્વ: ભુવ: ભૂ: ૐ સ: જૂં હૌં ૐ
મંત્રના જપ સ્વાસ્થ્ય માટે વિશેષ લાભદાયી રહે.
શક્તિ ઉપાસના મંત્ર :
નવાર્ણ મંત્ર જપ :
ઐમ્ હ્રીં કલીમ્ ચામુંડાયૈ વિચ્યે
મંત્ર જપ દ્વારા શારીરિક, માનસિક રોગોમાંથી મુકત થઇ સર્જનાત્મક બળ પ્રાપ્ત કરી ચારેબાજુ પ્રભાવ વધારી શકાય, સુખસમૃદ્ધિ મેળવી શકાય.
વિશેષ :
કોઇ પણ ઉપાસના, મંત્રજાપ, ઘ્યાનની શરૂઆત કરતાં પહેલાં દિશારક્ષણ, પૃથ્વીપૂજન, ગુરુવંદન, ઇષ્ટદેવતા, કુલદેવતા, ગ્રામદેવતા, સ્થાનદેવતાને વંદન કરી શુદ્ધ સુગંધિત વાતાવરણમાં બેસી મન સ્થિર રાખીને ઉપાસના કરવી લાભદાયી રહે.
No comments:
Post a Comment