Sunday, February 14, 2010

તમારા મૂળાંક અનુરૃપ કયું રત્ન પહેરવું જોઇએ. કઇ ધાતુ અને રંગ તમને અનુકૂળ આવશે.

 વ્યક્તિનું સ્વાસ્થ્ય જ તેની મહત્ત્વપૂર્ણ ધરોહર છે. વ્યક્તિ સ્વસ્થ હશે તો એવી આશા રાખી શકે છે કે આગળ જતા તે કંઇક કરી બતાવશે, પરંતુ જો બીમાર અને રોગગ્રસ્ત રહેશે તો કશું જ કરી શકશે  નહીં. આથી જ કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. સ્વાસ્થ્ય સારું તો બધું જ સારું. આપણા નિરોગી રહેવામાં આપણો મૂળાંક પણ સાથ આપે છે. મૂળાંક આપણને આપણા સ્વાસ્થ્યનો નિર્દેશ આપે છે. સૌપ્રથમ તમને એ વાતની જાણકારી હોવી જોઈએ કે તમારો જન્મ - દિનાંક શું છે. તેને જ તમે મૂળ અંકમાં પરિર્વિતત કરો અને પછી જાણો કે તમને કયા કયા રોગ થઈ શકે છે અને તમારે તેમાંથી કઇ રીતે બચવું જોઇએ. તમારા મૂળ અંકમાં એ બધી જ યોગ્યતાઓ, પ્રભાવ અને સ્વભાવ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે અસ્વસ્થ હોવા છતાં પણ તમારો બચાવ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારો જન્મ ૧૭ ઓક્ટોબરે થયો હોય તો ૧ + ૭ = ૮, તમારો મૂળ અંક થયો ૮. આમ તમારા મૂળ અંકને અનુરૃપ તમે સ્વયંના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો અને સમયસર ઉપચાર પણ કરી શકો છો. તો આવો જાણીએ કે તમારા મૂળાંક અનુરૃપ કયું રત્ન પહેરવું જોઇએ. કઇ ધાતુ અને રંગ તમને અનુકૂળ આવશે.

મૂળાંક-૧

જે વ્યક્તિઓનો મૂળ અંક ૧ હોય છે તેઓ હૃદયરોગથી પીડિત રહે છે. હૃદયરોગ મોટેભાગે મૂત્રરોગ વગેરે સંબંધિત રોગોથી ઉત્પન્ન થાય છે. આધુનિક હૃદયરોગ ચિકિત્સામાં રોગગ્રસ્ત વ્યક્તિને આરામ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. પરંતુ આ રોગ મોટેભાગે એવી વ્યક્તિઓને જ થાય છે જેમણેે શરૃઆતથી જ કામ કર્યું હોય અને અનેક કારણોસર પોતાના શરીરને સ્થૂળ બનાવી દીધું હોય.

અનુકૂળ રત્ન તથા ધાતુ

માણેક તમારું મુખ્ય રત્ન છે. તેને અંગ્રેજીમાં રુબી કહે છે. ધાતુમાં તમે સ્વર્ણ (સોનું) નો ઉપયોગ કરો. વીંટી વગેરે બધું સ્વર્ણમાં બનાવીને જ પહેરો. સોનાની વીંટીમાં રત્નને એ રીતે જડાવો કે તે આંગળીની ત્વચાને સ્પર્શતું રહે.

અનુકૂળ રંગ

આ અંકવાળા લોકો માટે અનુકૂળ રંગ સોનેરી પીળો છે. તમે ઘરની દીવાલો અને વસ્ત્રોમાં રૃમાલ વગેરે હંમેશા તે જ રંગનો રાખો.

મૂળાંક - ૨
જે લોકોનો મૂળાંક બે હોય છે, તેઓ પેટના રોગથી પીડાતા હોય છે. તેમને અપચો, ગેસ, આફરો, એસિડિટી વગેરેની ફરિયાદ હોય છે. આ મૂળાંકવાળા લોકોએ તેમને ભલે કોઇ બીમારી ન હોય, પરંતુ ભોજન પર નિયંત્રણ રાખવું જોઇએ. નિયમિત ભોજન કરો અને ભૂખ હોય તેના કરતાં ઓછું ભોજન કરો.

રત્ન અને ઘાતુ

તમારા માટે સૌથી વધારે અનુકૂળ રત્ન મોતી છે તથા ચાંદી મુખ્ય ધાતું છે. તેમાં તમે મોતી જડાવીને પહેરો. મહિલાઓ નાકની ચૂનીમાં મોતી જડાવીને પહેરે તો લાભ થાય છે.

અનુકૂળ રંગ
તમારા માટે આછો લીલો રંગ યોગ્ય છે. શક્ય હોય તો આ રંગનો રૃમાલ હંમેશા સાથે રાખો. ઘરના પડદા, કુશન, ચાદર વગેરે પણ લીલા રંગના રાખી શકો છો. ઘરમાં લીલા છોડ પણ વાવી શકો છો.

મૂળાંક - ૩
જે વ્યક્તિનો મૂળાંક ત્રણ હોય તેમને હાડકાંનો દુખાવો રહેતો હોય છે અને કમજોરી રહ્યા કરે છે. તેઓનું સ્નાયુતંત્ર નિર્બળ થઈ જાય છે.

રત્ન અને ધાતુ
રત્નોમાં તેમના માટે પોખરાજ શ્રેષ્ઠ રત્ન છે. સોનામાં આ રત્ન જડાવીને તર્જની આંગળીમાં ધારણ કરવાથી લાભ થાય છે.

મૂળાંક - ૪
જેનો મૂળાંક ચાર હોય છે તેઓ રક્ત (લોહી) ની બીમારીથી પીડાતા હોય છે. લોહીની ઊણપને કારણે અનેક રોગો ઘર કરી જાય છે. આવા વ્યક્તિઓએ લોહતત્ત્વથી યુક્ત ભોજન કરવું જોઇએ.

રત્ન અને ધાતુ
તમારું સૌભાગ્યવર્ધક રત્ન નીલમ છે. જ્યારે નીલમ અનુકૂળ થશે ત્યારે તમને ધન - ધાન્યની કોઈ કમી રહેશે નહી. તમને નીલમ અનુકૂળ ન આવે તો ગોમેદ પણ પહેરી શકો છો. નીલમ અથવા ગોમેદને પંચધાતુની વીંટીમાં મધ્યમા આંગણીમાં ધારણ કરવી જોઇએ.

અનુકૂળ રંગ
ચમકદાર નીલો રંગ તમારા માટે અનુકૂળ છે. તમે આ રંગના ટાઇ કે રૃમાલ રાખી શકો છો.

મૂળાંક - ૫
જે વ્યક્તિઓનો મૂળાંક પાંચ હોય તે વ્યક્તિઓ શરદી, ઉધરસ, ફ્લૂથી પીડાતા હોય છે.

રત્ન અને ધાતુ
આ અંકવાળી વ્યક્તિઓ માટે પન્નાનું નંગ ઉત્તમ છે. આનાથી તેઓને લાભ થાય છે. ધાતુમાં સ્વર્ણ ઉત્તમ છે. સોનાની વીંટીમાં પન્નાને જડાવીને આંગળીમાં ધારણ કરવું જોઇએ.

અનુકૂળ રંગ
આ અંકવાળા વ્યક્તિઓ માટે લાલ રંગ ખૂબ જ અનુકૂળ અને સૌભાગ્યવર્ધક છે. ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને આ રંગના છોડવા પણ વાવવા જોઇએ.

મૂળાંક - ૬
જે લોકોનો મૂળાંક છ હોય છે, તેઓ મોટાભાગે ફેફસાંની બીમારીથી પીડાતા હોય છે. મૂળે આ અંક કામવાસના પ્રધાન છે. આથી તેને સંબંધિત રોગ થવાની શક્યતા પણ વધારે રહેલી છે.

રત્ન અને ધાતુ
આ અંકવાળી વ્યક્તિનું રત્ન હીરો અને ધાતુ પ્લેટિનમ છે. આમ પણ હીરો હંમેશા ચાંદી અને પ્લેટિનમમાં ધારણ કરવો જોઇએ. તમે બંનેમાંથી ગમે તેમાં ધારણ કરી શકો છો.

અનુકૂળ રંગ
આ અંકવાળા વ્યક્તિઓ માટે બધા જ પ્રકારના આછા નીલા રંગ અનુકૂળ હોય છે. ગુલાબી રંગ પણ સારો છે.

મૂળાંક - ૭
જે વ્યક્તિઓનો મૂળાંક સાત હોય છે તેમને ચર્મરોગ થવાની શક્યતા વધારે હોય છે. ખરજવું અને દાદર થવાની સંભાવના પણ વધારે રહે છે.

રત્ન અને ધાતુ
સાત અંકવાળા લોકો માટે લસણિયું રત્ન ધારણ કરવું જોઇએ. તેનાથી તમારા સૌભાગ્યનાં દ્વાર ખૂલી જશે. તમારી ધાતુ સ્વર્ણ છે. સુવર્ણની વીંટીમાં લસણિયું જડાવીને ધારણ કરવું જોઇએ.

અનુકૂળ રંગ
 આ અંકવાળા વ્યક્તિઓ માટે સફેદ, આછો લીલો અને આછો પીળો રંગ અનુકૂળ અને શુભ છે.

મૂળાંક - ૮
જે વ્યક્તિઓનો મૂળાંક આઠ હોય છે તેમનું લીવર નબળું થવાને કારણે અન્ય બીમારીઓ ઘર કરી લે છે. શક્ય હોય ત્યાં સુધી વ્યસનથી દૂર રહેવું જોઈએ.

રત્ન અને ધાતુ
તમારું રત્ન નીલમ છે. તેને ધારણ કરો, તે અનુકૂળતા લાવવામાં તમને મદદ કરશે. ધાતુ લોખંડ છે. તમે લોખંડ ધાતુની વીંટીમાં નીલમ જડાવીને પહેરો.

અનુકૂળ રંગ
કાળો રંગ અનુકૂળ છે. તમે કાળા રંગનું પેન્ટ અથવા ટાઇ પહેરી શકો છો. ઘરની સાજ સજાવટની વસ્તુની ધાર (બોર્ડર) કાળા રંગની હોય તેવી રાખી શકો છો.

મૂળાંક - ૯
આ અંકના લોકો ચર્મ રોગ, શરદી વગેરે રોગથી પીડાતા હોય છે. આ રોગોથી તેમણે બચવું જોઇએ.

રત્ન અને ધાતુ
જે વ્યક્તિઓનો મૂળાંક નવ છે તેમનું ભાગ્યશાળી રત્ન પરવાળું છે. આથી પરવાળું ધારણ કરવું જોઈએ. ધાતુમાં તાંબું ઉત્તમ છે. પરવાળાંને સોના અથવા તાંબાની વીંટીમાં જડાવીને ધારણ કરવું જોઈએ.

No comments:

Post a Comment