Saturday, February 6, 2010

૧૪ સમસ્યાના નિવારણ માટે જુદા જુદા શ્રીજી

સંતાનના ગણેશ :
            જે ઘરમાં સંતાનસુખ ન હોય ત્યાં ભગવાન ગણેશજીનાં ૧૦૦૮ નામોમાંની સંતાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ. આવા યુગલે સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્રપૂરિત પ્રતિમા (યથા સંતાન ગણપતેય નમ:, ગર્ભદો ધને નમ: , પુત્ર પૌત્રાયામ નમ: વગેરે મંત્રયુકત) પ્રતિમા દ્વાર પર લગાવવી, જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે.


વિધ્નહર્તા ગણપતિ :
         નિર્હન્યાય નમ:, અવિનાય નમ: જેવા મંત્રોયુક્ત ગણેશજીની પ્રતીમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જેમાં ઝઘડા, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ વગેરે દુર્ગુણો ઉપસ્થિત હોય. પતિ પત્ની વરચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે, એવા ઘરના પ્રવેશ દ્વાર પર વિધ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.


વિધાપ્રદાયક ગણપતિ :
          એવાં ઘરોમાં જયાં બાળકો ભણતા ન હોય કે ભણવાથી દૂર ભાગતાં હોય, વડીલોને માન ન આપતાં હોય, એવાં ઘરોના ગૃહસ્વામીએ વિધાપ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિધા નિયાર્ય નમ:, વિધા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. આવી પ્રતિમા શુભમુહૂર્તમાં સ્થાપિત કરવાથી પરિણામ ઝડપી મળશે.


આનંદદાયક ગણપતિ :
         પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદદાય નમ:, સુમંગલમ સુમંગ લાય નમ: જેવા મંત્રોયુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહૂર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.


વિજયસિદ્ધિ મોચન ગણપતિ :
        કોર્ટ કેસમાં જીત મેળવવા, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રો વડે બાબા ગણપતિની સ્થાપના કરે છે.


ઋણમોચન ગણપતિ :
        જૂનું દેવું ચુકવી શકાતું ન હોય, ઘર પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય તેવી વ્યક્તિઓએ ઋણમોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કિર્ણ કરાવીને ઘરમાં સ્થાપિત કરવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ.


રોગનાશક ગણપતિ :

        કોઈ જૂનો રોગી હોય, જે દવા વડે પણ સારો થતો ન હોય તેવા પરિવારના લોકોએ માત્ર ‘મૃત્યુંજયાય નમ:’ શ્લોક વડે રોગનાશક ગણપતિની આરાધના કરવી.


નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ :
        રાજનીતિક પરિવારમાં ઉરચપદ પ્રાપ્ત કરવા માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. માત્ર ‘ગણાઘ્યક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજયાયૈ નમ: ’ શ્લોકો વડે તેમની આરાધના કરવી.


સોપારી ગણપતિ :
         આઘ્યાત્મિક જ્ઞાનાર્જન હેતુ સોપારી ગણપતિની આરાધના કરવી.


શત્રુહંતા ગણપતિ :

          શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરે છે તેમનું કોઈ કશું જ બગાડી શકતું નથી.


ચિંતાનાશક ગણપતિ :
         જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ‘ચિંતામણી ચર્વણલાલ સાથ નમ:’ જેવા મંત્રનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.


સિદ્ધિદાયક ગણપતિ : 
         કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે ‘સિદ્ધવેદાય નમ:,સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ:’ જેવા મંત્રોયુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.


વિવાહ વિનાયક : 

       જે પરિવારોમાં સંતાનોના વિવાહને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેવા પરિવારોમાં વિવાહ વિનાયકની મંત્રયુકત પ્રતિમાની સ્થાપના કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે. આ પ્રતિમા પર ‘કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયકાય નમ:, કામદાય નમ:’ જેવા મંત્રોનો સંપૂટ લાગેલો છે.


ધનદાયક ગણપતિ :
        જે વ્યક્તિ ધનાઢય થવા માગતી હોય તેમણે ગણપતિજીના આ સ્વરૂપની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને તેમના ઘરોમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અનેસુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય છે. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે ‘શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ:’ જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે.

2 comments:

  1. Photographs of 14 types Ganeshjee should aslo available with these message. And one quistion is that according to "Lalkitab" we can't put statue (Murti) of any God in our house. Please give me reply. My email-hspandya@indiatimes.com

    ReplyDelete
  2. It is good mantra of vigneshay ganesh ji

    www.obesy.blogspot.com

    ReplyDelete