Tuesday, October 5, 2010

મા-બાપને ભૂલશો નહીં, Maa Baap ne Bhulso Nahi




ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

દેવો પૂજ્યાં પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઇ મોટાં કર્યાં,
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરાં કર્યાં,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં.

લાખો કમાતાં હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યાં,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

“બચપણ મહીં પજવ્યાં તમે, પજવે કદી ઘડપણે,
લેજો સહી ધીરજ ધરી, કર્તવ્ય નિજ ચૂકશો નહીં.”

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં,
સંતાન સૌ એના ચરણની, કદી ચાહના ભૂલશો નહીં.


વહાલ મિત્રો આપને હમેશા આપણા માતા પિતા ની રક્ષા કરવી, અમેની હરેક જરૂરીયાત ની આપને કાળજી લેવાની , કેમ કે જેમ ના થી આપણે આ જીવન માં જે પણ કઈ છે તે એમના લીધે જ છે તો આપણે હમેશા આપણા માતા પિતા ની દેખ રેખ રાખવી. 

No comments:

Post a Comment