Tuesday, October 5, 2010

શનિ ની સાડાસાતી માં ઉપયોગી ઉપાયો નો અમલ કરવા થી ચોકસ રાહત મળશે.



 
એવી માન્યતા છે કે શનિ હંમેશા ખરાબ ફળ જ આપે છે. જેની રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેણે અનેક કષ્ટો સહન કરવા પડે છે. ત્યારે શનિના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે નીચેના ઉપાયો કરવા. આ ઉપાયોનો અમલ કરવાથી આપને નિશ્વિતપણે રાહત મળશે.


- દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. યથાશક્તિ હનુમાનજીની પૂજા કરવી.

- હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદની દાળ અને આંકડા કે ધંતૂરાના ફૂલોની માળા ચડાવવી.

- ગરીબોને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું.

- શનિનો ખરાબ પ્રભાવ ચાલતો હોય તે સમયે પોતાની આસપાસ નીલા રંગનો ઉપયોગ ન કરવો.

- દાનમાં ક્યારેય શનિ સંબંધિત વસ્તુઓ ગ્રહણ ન કરવી.

- દર શનિવારે શ્વાનને તેલ ચોપડેલી રોટલીખવડાવવી.

- નદીમાં કાળા અડદ પધરાવવા.

- ભોજનમાં અડદની દાળનો પ્રયોગ વધારે કરવો.

- જો શક્ય હોય તો લોખંડના વાસણોમાં ભોજન કરવું. આમ કરવાથી ઝડપથી શનિના દુષ્પ્રભાવમાંથી રાહત મળશે.

- પીપળાના વૃક્ષને દરરોજ જળ ચડાવવું અને દર શનિવારે પીપળાની ઓછામાં ઓછી 21 પરિક્રમા કરવી.

- નારિયેળના તેલમાં કપૂર ભેળવીને દરરોજ માથામાં લગાવવું.

- કાળા તલ, કાળા અડદનું દાન કરવું.


વિશ્વસનીય જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી.

 

No comments:

Post a Comment