સોમવતી અમાસ છે. આ દિવસ શિવ પૂજન, પિતૃકૃપા મેળવવાનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે પિતૃદોષ દૂર કરવાનો અને શાપિત દોષ દૂર કરવાના વિશિષ્ટ પ્રયોગ પણ થઇ શકે છે, એમ જ્યોતિષશાસ્ત્ર જ્ઞાતાઓ જણાવી રહ્યાં છે.
સોમવતી અમાસના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા-કરતા શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે. જ્યારે પીપળાની ત્રણ વખત પ્રદક્ષિણા કરવી અને જળ ચઢાવવાથી તથા અક્ષત-ચોખાથી પૂજા કરવાથી બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની કપા શ્રદ્ધાળુને પ્રાપ્ત થાય છે અને શાપિત દોષ હોય તો તે પણ દૂર થઇ જાય છે.
પુરાણોક્ત ઉલ્લેખ અનુસાર જે પણ શ્રદ્ધાળુ મહામૃત્યુંજય મંત્રના જાપ કરતા-કરતા શુદ્ધ ઘીથી શિવલિંગ ઉપર પૂર્ણ શ્રદ્ધાભાવપૂર્વક અભિષેક કરે અને બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો નપુંસકતાનો રોગ દૂર થઇ શકે છે. ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ કરીને સાકર મિશ્રિત દૂધનો શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો બુદ્ધિબળ અને તેજસ્વીતામાં વૃદ્ધિ થાય છે તથા ઘરની અશાંતિ-કંકાસ પણ દૂર થાય છે.
જે કોઇ શ્રદ્ધાળુ માત્ર રુદ્ર મંત્ર કે શિવસહસ્રનામાવલી કે ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રથી શિવલિંગ પર અવિરત જળાભિષેક માત્ર પણ કરે તો તેને પાપ અને રોગમાંથી મુક્તિ મળે છે.
અમાસના અધિદેવતા શિવ અને પિતૃઓ છે. આ દિવસે શિવજી અને પિતૃઓનું પૂજન કરવાથી શિવ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. જ્યારે અમાસના દિવસે પણ સોમવારે આવતી હોય ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. જન્મકુંડળીમાં ખરાબ યોગ હોય, માનસિક ચિંતા રહેતી હોય તેવી વ્યકિતઓએ આ દિવસે શિવાલયમાં જઇ શિવારાધનાથી તેમાંથી મુક્તિ મળે છે.
પાણીયારે આડી વાટનો દીવો કરવાથી પિતૃકપા પ્રાપ્ત થાય છે
સોમવતી અમાસના દિવસે ચાણોદ-કરનાળી, સિદ્ધપુર વગેરે સ્થળોએ સદ્ગત પિતૃઓના મોક્ષ માટેની વિવિધ પ્રકારની વિધિ કરવામાં આવશે. જયારે પિતૃકપા મેળવવા માટે પાણીયારે આડી વાટનો દીવો કરવો જોઇએ. ઉપરાંત,પીપળાને જળ ચઢાવીને ‘શ્રીવિષ્ણુસહસ્રનામસ્તોત્ર’નું પઠન પણ કરી શકાય છે.
No comments:
Post a Comment