Sunday, December 25, 2011

રુદ્રાક્ષ મહાત્મય RUDRAKSH

પ્રકૃતિક રૂપે પરસ્પર જોડાયેલા બે રુદ્રાક્ષોને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. તેને શિવશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. જેના થકી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગૌરીશંકર રુદ્રાક્ષ દુર્લભ છે. કોઈ જો એકમુખી રુદ્રાક્ષ ન મેળવી શકે તો તેના સ્થાને ગૌરીશંકર રુદ્રાક્ષનો ઉપયોગ કરી શકાય છે. ઘરમાં, પૂજાસ્થાને કે તિજોરીમાં મંગલ કામનાની સિદ્ધિ માટે તેને રાખવું લાભદાયી ગણાય છે.

આ રુદ્રાક્ષને સોમવારના દિવસે શિવલિંગને સ્પર્શ કરાવીને ધારણ કરવું જોઈએ. ધારણ કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય‘નો જાપ કરવો જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસથી તેને ધારણ કરવાથી ભગવાન શિવ અને શક્તિની કૃપા સદૈવ તેના પર વરસતી રહે છે.

એકથી ચૌદ મુખી રુદ્રાક્ષના ભિન્‍ન ભિન્‍ન દેવતાઓ છે. તેને ધારણ કરવાથી વિભિન્‍ન પ્રકારના લાભ થાય છે. આ તમામ રુદ્રાક્ષ ધારણ કરવા માટેના મંત્રોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. મોટે ભાગે લોકો રુદ્રાક્ષને મંત્રોના ઉચ્ચારણ વગર ધારણ કરી લેતા હોય છે, પરંતુ શાસ્ત્રીય વિધિથી રુદ્રાક્ષને અભિમંત્રિત કરીને ધારણ કરવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે. મંત્ર દ્વારા અભિમંત્રિત કરવાથી વિલક્ષણ શક્તિ પ્રાપ્‍ત થાય છે.

રુદ્રાક્ષના દાણા, રુદ્રાક્ષની માળા અથવા રત્નોને અભિમંત્રિત કરવા માટે સર્વોત્તમ રીત એ છે કે કોઈ યોગ્ય પંડિત દ્વારા તેની વિધિ કરાવવામાં આવે. પરંતુ બધાને યોગ્ય પંડિત મળવા શક્ય નથી. તેઓ નીચે દર્શાવેલા મંત્રોનું ઉચ્ચારણ કરીને રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.

૧. એકમુખી ૐ એં હં ઔં એં ૐ

૨. દ્વિમુખી ૐ ક્ષીં હીં ક્ષૌ વ્રી ૐ

૩. ત્રિમુખી ૐ રં ઇં હીં હ ૐ

૪. ચારમુખી વાં ક્રાં તાં હાં ઈં

૫. પાંચમુખી ૐ હાં આં ક્ષ્‍મ્યૈં સ્વાહા

૬. છમુખી ૐ હીં શ્રીં ક્લીં સૌં એં

૭. સાતમુખી ૐ હં ક્રીં હીં સૌં

૮. આઠમુખી ૐ હાં ગ્રી લં આં શ્રીં

૯. નવમુખી ૐ હીં વં યં લં રં

૧૦. દસમુખી ૐ ક્લી વ્રી ૐ

૧૧. અગિયારમુખી ૐ રું ક્ષૂં મૂં યૂં ઔ

૧૨. બારમુખી ૐ હીં ક્ષૌં ધૃણિઃ શ્રી

૧૩. તેરમુખી ૐ ઈ યાં આપઃ ૐ

૧૪. ચૌદમુખી ૐ ઔં હસ્ફ્રેં ખબ્કે હસખ્કેં

રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ

રુદ્રાક્ષ ધારણ કરવાની શાસ્ત્રોમાં અનેક વિધિઓ બતાવવામાં આવી છે. એ તમામ વિધિઓમાં ઊંડા ન ઉતરતા રુદ્રાક્ષ ધારણ કરવાની સર્વસામાન્ય વિધિ વિશે જોઈએ.

૧. પ્રત્યેક રુદ્રાક્ષને સોમવારના દિવસે પ્રાતઃવિધિ પતાવીને શિવમંદિર અથવા ઘરના પવિત્ર સ્થળે બેસીને ગંગાજળ અને દૂધથી ધોઈ ઉપર્યુક્ત મંત્રોનો જાપ કરીને ધારણ કરવું.

૨. રુદ્રાક્ષને લાલ, કાળા અને સફેદ દોરા અથવા સોના કે ચાંદીની ચેઈનમાં પરોવીને ધારણ કરવું.

૩. જો કોઈ વ્યક્તિ ઉપર જણાવેલા મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ ન કરી શકે તો તે પંચાક્ષર મંત્ર (ૐ નમઃ શિવાય)નો જાપ કરીને રુદ્રાક્ષ પર બિલિપત્રથી ૧૦૮ વાર ગંગાજળ છાંટીને ધારણ કરી શકે છે.

૪. અભિમંત્રિત કરીને ધારણ કરેલા રુદ્રાક્ષને એક વર્ષ પછી ફરી અભિમંત્રિત કરવું.

ૐ નમઃ શિવાય

No comments:

Post a Comment