એક સુંદર દોષમુક્ત ઘર બનાવવાની દરેક વ્યક્તિની કામના હોય છે. પરંતુ વાસ્તુ વિજ્ઞાાનના પૂરતા જ્ઞાાનના અભાવમાં ભવનના નિર્માણમાં કંઈક અશુભ તત્ત્વો તથા વાસ્તુદોષોનો અનાયાસે સમાવેશ થઈ જાય છે. પરિણામે ગૃહસ્વામીને વિભિન્ન આર્િથક, સામાજિક અને રાજનીતિક કષ્ટોનો સામનો કરવો પડતો હોય છે. ઘરનું નિર્માણ કર્યા પછી તેને તોડફોડ કરીને વાસ્તુના દોષોને દૂર કરવાનું કાર્યક્રમ થાય છે. આવી પરિસ્થિતિમાં આપણા ઋષિમુનિઓએ તોડફોડ કર્યા સિવાય આ દોષોના નિવારણ માટેના કેટલાક ઉપાયો દર્શાવ્યા છે.
તેઓએ પ્રકૃતિની અણમોલ ભેટ સમાન સૂર્યની ઊર્જા, દવા અને પૃથ્વીની ચુંબકીય શક્તિ વગેરેના યોગ્ય ઉપાયો યોજવાની સલાહ આપી છે. નીચે વાસ્તુદોષોના નિવારણ માટેના કેટલાક ઉપાયો નિર્દેશ્યા છે.
ઈશાન ખૂણો
જો ઈશાન ક્ષેત્રની ઉત્તરીય પૂર્વી દીવાલ કપાયેલી હોય તો તે કપાયેલા ભાગ પર એક મોટું દર્પણ લગાવી દેવું. આનાથી ભવનનું ઈશાન ક્ષેત્ર પ્રતીકાત્મક રૃપે વધી જાય છે.
જો ઈશાન ખૂણો કપાયેલો હોય અને કોઈ અન્ય ખૂણાની દિશા વધેલી હોય તો કોઈ સાધુ પુરુષ અથવા પોતાના ગુરુ કે બૃહસ્પતિ ગ્રહ અથવા બ્રહ્માજીનું કોઈ ચિત્ર અથવા મૂર્તિ કે કોઈ અન્ય પ્રતીક ઈશાન ખૂણા તરફ મૂકી દેવું. ગુરુની સેવા કરવી એ એક સર્વોત્તમ ઉપાય છે. બૃહસ્પતિ એ ઈશાન ખૂણાના સ્વામી અને દેવતાઓના ગુરુ છે. કપાયેલા ઈશાન ખૂણાના ખરાબ પ્રભાવને દૂર કરવાને માટે સાધુ પુરુષોને વેસનમાંથી બનાવેલી બરફી કે લાડુઓનો પ્રસાદ વહેંચવો જોઈએ.
આ ક્ષેત્ર જલકુંડ, કૂવો અથવા પેયજળને માટે કોઈ અન્ય સ્રોત હેતુ એક સર્વોત્તમ સ્થાન છે. જો અહીંયાં જળ હોય તો ચીની માટીના એક પાત્રમાં જળ અને તુલસીદળ કે ગુલદસ્તો કે જળ ભરીને મૂકવાં. શુભ ફળની પ્રાપ્તિ માટે આ જળ અને ફૂલોને દરરોજ બદલતાં રહેવું જોઈએ.
પોતાના શયનકક્ષની ઈશાન ખૂણાની દીવાલ પર ભોજનની શોધમાં ઊડતા શુભ પક્ષીઓનું એક સુંદર આકર્ષક ચિત્ર ટીંગાડી દેવું. કમાવવાની ઇચ્છા ધરાવતા બહાર નીકળવાથી ગભરાતા લોકો માટે આ એક ચમત્કારી પ્રભાવ અસરકારક નીવડે છે.
બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ યોગીની મુદ્રામાં બેઠેલા મહાદેવ શિવનો ફોટો, ચિત્ર અથવા મૂર્તિ સ્થાપવી. જેમાં તેમના ભાલ પર ચન્દ્ર હોય અને લાંબી જટાઓમાંથી ગંગાજી વહી રહ્યાં હોય.
ઈશાન ખૂણામાં વિધિપૂર્વક બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરવી.
પૂર્વ દિશા
જો પૂર્વ દિશા કપાયેલી હોય તો પૂર્વ દીવાલ પર એક મોટું દર્પણ લગાવવું. તેનાથી ભવનના પૂર્વી ક્ષેત્રમાં પ્રતીકાત્મક વૃદ્ધિ થાય છે.
પૂર્વની દિશા કપાયેલી હોવા અંગેની સ્થિતિમાં ત્યાં સાત ઘોડાના રથ પર સવાર થયેલ ભગવાન સૂર્ય દેવની એક તસવીર કે મૂર્તિ કે કોઈ ચિહ્ન અથવા પ્રતીક મૂકી દેવું.
સૂર્યોદયના સમયે સૂર્ય ભગવાનને જળનો અર્ઘ્ય અર્પણ કરવો. અર્ઘ્ય આપતી વખતે ગાયત્રીના મંત્રનું સાત વખત ટણ કરવું. પુરુષે પોતાના પિતા અને સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરવી જોઈએ.
પ્રત્યેક કક્ષાના પૂર્વમાં પ્રાતઃ કાલીન સૂર્યનાં પ્રથમ કિરણોના પ્રવેશ માટે એક બારી હોવી જોઈએ. આ શક્ય ન હોય તો તે ભાગમાં સોનેરી અથવા પીળા પ્રકાશવાળો બલ્બ હોવો જોઈએ.
પૂર્વમાં લાલ, સોનેરી અને પીળા રંગનો ઉપયોગ કરવો. પૂર્વી ક્ષેત્રમાં અથવા પૂર્વી ક્ષેત્રમાં માટી ખોદીને જળકુંજલ વાપરવો અને તેમાં લાલ ગુલાબના છોડ રોપવા.
પોતાના શયનકક્ષની પૂર્વ દીવાલ પર ઉદય થતા સૂર્ય તરફ હાર બંધ ઊડતાં હંસ, પોપટ, મોર, આદિ પક્ષીઓ અથવા ભોજનની શોધમાં પોતાનો માળો છોડીને શુભ પક્ષીઓનું ચિત્ર ટીંગાડવું. અકર્મણ્ય અને કમાવવા માટે બહાર જતા બીતી વ્યક્તિઓ માટે આ પ્રયોગ સારી અસર કરે છે.
વાંદરાને ગોળ અને શેકેલા ચણા ખવરાવવા.
પૂર્વ દિશામાં સૂર્ય યંત્રની સ્થાપના વિધિપૂર્વક કરવી.
અગ્નિ ખૂણો
જો અગ્નિ ખૂણો પૂર્વ દિશામાં વધેલો હોય તો તેને કાપીને વર્ગાકાર અથવા આયતાકાર બનાવવો.
શુદ્ધ રેતી અને માટીથી અગ્નિ ક્ષેત્રને સઘળા ખાડાઓ એવી રીતે ભરાવી દેવા કે આ કોઈ ઈશાન અને વાયવ્યથી ઊંચું પરંતુ નૈઋર્ત્ય ખૂણાથી નીચું રહે.
જો અગ્નિ ખૂણો કોઈ પણ સહારે કપાયેલો હોય અથવા પૂરતી રીતે ખુલ્લો ન હોય તો આ ખૂણામાં લાલ રંગનો એક દીપક અથવા બલ્બ અગ્નિ દેવતાના સન્માનરૃપે કાર્ય કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી પ્રગટેલો રાખવો.
જો અગ્નિ ખૂણો કપાયેલો હોય તો આ ખૂણામાં અગ્નિદેવની એક તસવીર, મૂર્તિ કે સંકેત ચિહ્ન મૂકવું. ગણેશજીની તસવીર કે મૂર્તિ રાખવાથી પણ ઉંમર દર્શાવેલ દોષ દૂર થઈ જાય છે. અગ્નિદેવની સ્તુતિમાં ઋગ્વેદના ઉલ્લેખાયેલા પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરવું.
અગ્નિ ખૂણામાં દોષ હોય તો ત્યાં ભોજનમાં ઉપયોગમાં લેવાતાં ફળ, શાકભાજીઓ જેવી કે સૂર્યમુખી, પાલક, તુલસી, ગાજર વગેરે અને આદું-મરચાં, મેથી, હળદર, ફુદીનો વગેરેનાં પાન ઉગાડવાં અથવા મનીપ્લાન્ટ લગાવવો.
અગ્નિ ખૂણામાંથી આવતા સૂર્યનાં કિરણોને રોકનારાં સઘળાં વૃક્ષો દૂર કરી દેવાં. આ દિશામાં ઊંચાં વૃક્ષો ઉછેરવાં કે રોપવાં નહીં.
અગ્નિ ખૂણાનો સ્વામી ગ્રહ શુક્ર દામ્પત્ય સંબંધોનો કારક છે તેથી આ દિશાના દોષોને દૂર કરવાને માટે જીવનસાથી તરફ પ્રેમ અને આદરનો ભાવ રાખવો.
ઘરની મહિલાઓને નવાં રેશમી પરિધાન, સૌંદર્ય પ્રસાધન, સામગ્રી, સજાવટનો સામાન અને ઘરેણાં વગેરે આપીને હંમેશાં ખુશ રાખવી. આ સર્વોત્તમ ઉપાય છે.
દરેક શુક્રવારે ગાયને ઘઉંનો લોટ, ખાંડ અને દહીંથી બનેલ પેંડા ખવરાવવા. દરરોજ રસોઈમાં બનતી પહેલી રોટલી ગાયને ખવરાવવી. દોષમુક્ત અગ્નિ ખૂણામાં ગાય-વાછરડાની સફેદ સંગે-મરમરમાંથી બનેલી મૂર્તિ અથવા તસવીર એટલી ઊંચાઈ પર લગાવવી કે તે સરળતાથી જોવા મળે.
અગ્નિ ખૂણામાં શુક્ર ગ્રહ યંત્ર વિધિપૂર્વક સ્થાપવું.
દક્ષિણ દિશા
જો દક્ષિણી ક્ષેત્ર વધેલું હોય તો તેને કાપીને બાકીના ક્ષેત્રને વર્ગાકાર કે આયતાકાર બનાવવું. કપાયેલા ભાગનો જુદા-જુદા પ્રકારે ઉપયોગ કરી શકાય છે.
જો દક્ષિણમાં ભવનની ઊંચાઈ બરાબર કે તેનાથી વધુ ખુલ્લું ક્ષેત્ર હોય તો તેમાં વૃક્ષ કે સઘન ઝાડીઓ ઉઘાડવી.
યમરાજ અથવા મંગળ ગ્રહના મંત્રોનો નિત્ય પાઠ કરવો.
આ દિશાના સ્વામી મંગળને પ્રસન્ન કરવાને માટે ઘરની બહાર લાલ રંગનો ઉપયોગ કરવો. દક્ષિણ દિશાનો દોષ અગ્નિ ખૂણાના સાવધાનીપૂર્વકના ઉપયોગ અને અગ્નિ તત્ત્વપ્રધાન લોકો તરફ યોગ્ય આદરભાવથી દૂર કરી શકાય છે.
આ ક્ષેત્રની દક્ષિણી દીવાલ પર હનુમાનજીનું લાલ રંગનું ચિત્ર લગાવવું.
દક્ષિણ દિશામાં વિધિપૂર્વક મંગળના યંત્રની સ્થાપના કરવી.
નૈઋર્ત્ય ખૂણો
નૈઋર્ત્ય ખૂણો વધેલો હોય તો અસહ્ય પરેશાનીઓ પેદા થાય છે. જો આ ક્ષેત્ર કોઈ પણ પ્રકારે વધેલું હોય તો તેને વર્ગાકાર અથવા આયતાકાર બનાવરાવવું.
રોક ગાર્ડન બનાવવા અને ભારે મૂર્તિઓ મૂકવા માટે આ ખૂણો સર્વોત્તમ છે. જો આ ક્ષેત્ર નૈર્સિગક રૃપે ઊંચો કે આડોઅવળો હોય કે આ ખૂણામાં ઊંચા ભવન અથવા પર્વત હોય તો તેને ઊંચે ઊઠેલી જીયાને જેમની તેમ છોડી દેવી.
જો આ ખૂણામાં ભવનની ઊંચાઈ બરાબર અથવા વધુ ખુલ્લું ક્ષેત્ર હોય તો આ જગ્યા એ ઊંચાં વૃક્ષો અને સઘન ઝાડીઓ ઉછેરવી. આ ઉપરાંત ઘરની અંદર કોકેટના કુંડામાં ભારે છોડ અને વૃક્ષો ઉછેરવાં.
આ દિશામાં ભૂતળ પર અથવા ઊંચાઈ પર પાણીનો ફુવારો બનાવરાવો.
રાહુના મંત્રનો જપ જાતે કરવો અથવા કોઈ જાણકાર બ્રાહ્મણ પાસે કરાવવો.
શ્રાદ્ધકર્મનું વિધિપૂર્વક સંપાદન કરી પોતાના પૂર્વજોના આત્માઓને સંતુષ્ટ કરવા આ ક્ષેત્રની દક્ષિણી દીવાલ પર મૃત સદસ્યોની એક તસવીર લગાવવી જેનાથી પુષ્પદય ટાંગેલ હોય.
મિથ્યાચારી, અનૈતિક, ક્રોધી અથવા સમાજ વિરોધી લોકો સાથે મિત્રતા કરવી નહીં. વાણી પર કાબૂ રાખવો.
તાંબા, ચાંદી, સોના અથવા સ્ટીલમાંથી બનાવેલ સિક્કા અથવા નાગ-નાગણનાં જોડાંને પ્રાર્થના કરી તેને નૈઋર્ત્ય ખૂણાની જમીનમાં દાટી દેવાં.
નૈઋર્ત્ય ખૂણામાં રાહુના યંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવી.
પશ્ચિમ દિશા
જો પશ્ચિમ દિશા વધેલી હોય તો તેને કાપકૂપ કરી વર્ગાકાર અથવા આયતાકાર બનાવવી.
જો આ દિશામાં ભવનની ઊંચાઈ બરાબર અથવા વધુ અંતર સુધીનું ક્ષેત્ર ખુલ્લું હોય તો ત્યાં ઊંચાં વૃક્ષો અને સઘન ઝાડીઓ ઉછેરવી. આ ઉપરાંત આ દિશામાં ઘરની પાસે ભવિષ્યમાં લગાવવાની સજાવટી, વૃક્ષ-છોડ જેવો કે ઈન્ડોર, યામ, રબડ પ્લાન્ટ કે અમ્બ્રેલા ટ્રી કોકેટના ભારે મજબૂત કુંડા લગાવી શકાય છે.
જમીન પર વહેતાં પાણીનો સ્ટોલ અથવા પાણીનો ફુવારો લગાવી શકાય છે.
પદ્મપુરાણમાં ઉલ્લેખિત જીલ શનિસ્તોત્ર કે શનિના કોઈ પણ મંત્રનો જપ અને હિરાધિપતિ વલણની પ્રાર્થના કરવી.
સૂર્યાસ્ત સમયે પ્રાર્થના ઉપરાંત કોઈ પણ અન્ય શુભકાર્ય કરવું નહીં.
* પશ્ચિમ દિશામાં શનિના યંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.
વાયવ્ય ખૂણો
જો વાયવ્ય ખૂણો વધેલો હોય તો તેને વર્ગાકાર અથવા આયતાકાર બનાવવો અથવા ઈશાન ખૂણાને વધારવો.
જો આ ભાગ ઘટેલો હોય તો ત્યાં મારુતિ દેવની એક તસવીર, મૂર્તિ કે સંકેત ચિહ્ન લગાવવું. હનુમાનજીની તસવીર કે મૂર્તિ પણ લગાવી શકાય છે. આ સિવાય પૂર્ણિમાના ચન્દ્રની એક તસવીર કે ચિત્ર પણ દોષોથી રક્ષણ કરે છે.
વાયુતત્ત્વ અથવા ચન્દ્રના મંત્રનો જપ તથા હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો.
પૂર્ણિમાની રાતે ખાવાની સઘળી ચીજો પર પહેલાં ચન્દ્રનાં કિરણો પડવા દેવાં અને પછી જ તેનું સેવન કરવું.
ર્નિિમત ભવનની બહાર ખુલ્લું સ્થાન હોય તો ત્યાં એક વૃક્ષ ઉછેરવું. જેનાં વિશાળ ચમકતાં પાન વાયુમાં ઝોલાં ખાતાં હોય.
વાયવ્ય ખૂણામાં બનેલ ઓરડામાં તાજાં ફૂલોનો ગુલદસ્તો રાખવો.
આ ખૂણામાં એક નાનકડો ફુવારો કે માછલી ઘર સ્થાપવા.
પોતાની માતાનો આદર કરવો, સવારે ઊઠીને તેમના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવવા અને શુભ-પ્રસંગો પર તેમને ખીર ખવરાવવી.
દરરોજ સવારે ખાસ કરીને સોમવારે ગંગાજળમાં કાચું દૂધ ભેળવીને શિવલિંગ પર ચઢાવવું અને શિવ ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો.
વાયવ્ય ખૂણામાં પ્રાણ-પ્રતિષ્ટિત મારુતિ યંત્ર અને ચંદ્ર યંત્રની સ્થાપના કરવી.
ઉત્તર દિશા
જો ઉત્તર દિશાનો ભાગ કપાયેલો હોય તો ઉત્તરી દીવાલ પર એક મોટા કદનું દર્પણ લગાવી દેવું.
જો ઉત્તરનો ભાગ વધેલો હોય તો આ દિશામાં દેવી લક્ષ્મી અથવા ચન્દ્રનો ફોટો કે કોઈ સંકેત ચિહ્ન લગાવવું. લક્ષ્મી દેવીના ચિત્રમાં કમલાસન પર બિરાજમાન હોય અને સુવર્ણની મુદ્રાઓ પડી રહી હોય એવા પ્રકારનું ચિત્ર પસંદ કરવું.
વિદ્યાર્થીઓ અને સંન્યાસીઓને તેમને જરૃરી અધ્યયન સામગ્રીનું દાન કરી સહાયતા કરવી. ઉત્તર દિશાનો સ્વામી બુધ છે તેથી જ અધ્યયન સામગ્રીનો વિચાર કરાવે છે.
આ દિશામાં હલકા, હરિયાળા રંગનું, પેઈન્ટિંગ કામ કરાવવું.
ઉત્તર ક્ષેત્રની ઉત્તરી દીવાલ પર પોપટનાં ચિત્રો લગાવવાં. આ ચિત્રો અભ્યાસમાં નબળાં વિદ્યાર્થીઓને માટે જાદુઈ કામ કરે છે.
આ દિશામાં બુધ યંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવી. આ ઉપરાંત કુબેર યંત્ર અથવા લક્ષ્મી યંત્રની પણ પ્રાણ-પ્રતિષ્ઠા યોજી શકાય છે.
ઉપરના સઘળા ઉપાયો યોજી જીવનને સુખમય બનાવી વાસ્તુદોષોમાંથી દિશાવાર મુક્તિ મેળવી શકાય છે.