Friday, March 26, 2010

હનુમાન જયંતી, મંગળવારે આવતી હનુમાન જયંતિ નું મહત્વ વધારે હોય છે.

ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનનો જન્મ દિવસ. હનુમાન સર્વમાન્ય અને સર્વ પ્રિય દેવ છે.  તે દિવસે તેમની પૂજા, સ્તુતિ, પ્રાર્થના કરી તેમની કૃપા મેળવે છે. હનુમાનજીને આકડીયા (આંકડા)ના ફૂલોનો હાર, તેલ મિશ્રિત સિંદૂર અને ઘૂપ ખૂબ પ્રિય છે. તે દિવસે રૂદ્ર યજ્ઞ પણ થતા હોય છે.

હનુમાન જયંતીના દિવસે પ્રથમ રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરી ભૂમિ પર શયન કરવાનું વિશેષ મહત્વ છે. અઘોર ઉપાસનાના સાધકો માટે આ દિવસ સાધના સિદ્ધિ માટે ઉપયોગી છે.

વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુર્ત્સદ્દી રાજદૂત અને અનન્ય ભક્ત.

શ્રી રામના અનન્ય પ્રિપપાત્ર શ્રી લક્ષ્ણમ, શ્રી ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાન. હનુમાનજી એક કલાકમાં ૬૫૦ માઈલની ઝડપથી ઉડતા હતા. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ ચારે યુગમાં અમર છે. આઠ સિઘ્ધિઓના દાતા છે. જેના ઉપર રીઝે તેનું કલ્યાણ થઈ જાય છે. કળિયુગમાં તાત્કાલિક ફળ આપનાર હનુમાનજી છે.

વીર હનુમાનજી શનિદેવની દશા દબાવે છે. કલિંગના સમ્રાટ સૂર્યદેવના પુત્ર એટલે શનિદેવ. હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી ચારે વેદોનું ગૂઢ જ્ઞાન મેળવ્યું હતું. હનુમાન અને શનિદેવ વચ્ચેના યુદ્ધમાં હનુમાને શનિદેવને હરાવી પોતાના પગ નીચે દબાવ્યા હતા. તેલ-સિંદૂર શનિદેવના શરીર ઉપર ચઢાવે છે તેથી તેમના કચડાયેલા હાડકાંને રાહત થાય છે. જ્યાં જ્યાં હનુમાનનાં મંદિરો હશે ત્યાં ત્યાં હનુમાનના પગ નીચે શનિદેવ જોવા મળશે.

ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા મંગળવારે અને શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ચૈત્ર સુદ ચૌદસના દિવસે એકટાણું કરી અને બ્રહ્મચર્ય પાળી હનુમાનજીની સાધનાનો પ્રારંભ કરાય છે. પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સંકલ્પ કરાય છે. પ્રથમ ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કરી હનુમાનજીને સ્નાન કરાવી કેસર અને ચંદન લગાવી યજ્ઞોપવતિ પહેરાવાય છે.

બધા સંકટ નિવારણ માટે હનુમાનજયંતીથી શરૂ કરીને સાત મંગળવાર સુધી સવારે અને સાંજે હનુમાનજીનું સ્મરણ કરી એક-એક વખત હનુમાનચાલીસાનું પઠન કરવું અને ‘ઓમ્ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ કુરુ ફટ્ સ્વાહા’ - આ મંત્રની સાંજે ત્રણ માળા કરવી અને ત્યારબાદ એક જ ટાઇમ સાંજે અન્ન ગ્રહણ કરવું. જેથી બાધા-સંકટો દૂર થાય છે અને મુશ્કેલીમાં આકસ્મિક બચાવ થાય છે.


આ શુભ દિવસે અકસ્માત કે કોર્ટ-કચેરીનાં કાર્યોમાં રાહત મળે તથા શત્રુથી બચવા માટે પંચમુખી હનુમાનજીનું સ્મરણ કરી ત્રણ મંગળવાર અને ત્રણ શનિવાર ઉપવાસ રાખી પવિત્ર મનથી ‘ઓમ્ પૂર્વ કપિમુખાય પંચમુખહનુમતે શત્રુસંહરણાય સ્વાહા’ આ મંત્રની એક-એક માળા ત્રણ મંગળવારે અને શનિવારે કરવી. જ્યારે પરીક્ષામાં સફળતા, બળ-બુદ્ધિની પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ હનુમાનજયંતીથી શરૂ કરી ૧૧ મંગળવાર સુધી ‘બુદ્ધિ હીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર, બલ-બુદ્ધિ વિધા દેહુ મોહી હરહુ કલેશ વિકાર’- આ હનુમાન ચાલીસાની પંકિતનું ૧૦૮ વખત શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરવું અને એક ટાઇમ સાંજે ભોજન કરવું.


હનુમાનજયંતી અને મંગળવારના ઉત્તમ યોગના દિવસે હનુમાનજીની ઉપાસના શુભ ફળદાયી માનવામાં આવે છે એમ કહી જયોતિષાચાર્ય કંદર્પભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, આ દિવસે હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું અને આંકડાની માળા ચઢાવી શકાય. સુંદરકાંડનું પઠન કે વહેલી સવારે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પઠન કરવું પણ લાભદાયી છે.


ત્યારબાદ હનુમાનચાલીસા, સુંદરકાંડના પાઠ, હનુમાન વજવાનલ સ્તોત્ર અને હનુમાનજીના મંત્રોના પાઠની આરાધના કરાય છે. શાળામાં ભણતા બાળકો માટે હનુમાનજી ઉત્તમ આદર્શ મનાય છે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે ‘મનોજવં મારુતતુલ્ય વેગં જિતેન્દ્રિયમ્ બુદ્ધિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રી રામદૂતમ્ શરણં પ્રપધૈ’ ઉત્તમ મંત્રની રોજ એક માળા કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ ઉપરાંત રામચરિત માનસની એક એક ચોપાઈ મંત્ર સમાન છે, જેનો વિશિષ્ઠ કાર્ય માટે માર્ગદર્શન લઈ પ્રયોગ કરી શકાય છે.



રાજા કેસરી સુમેરૂ નામના ક્ષેત્રમાં શાસન કરતા હતા. રાજા કેસરીની રાણીનું નામ અંજની હતું. વાયુ પુરાણમાં બતાવ્યા મુજબ મહારાજ વાયુદેવ પ્રજાપતિ અને અંજનીથી બળવાન, મહાબુદ્ધિમાન, વીર, પરાક્રમી, સુંદર પુત્રનો જન્મ થયો હતો. ઋષિઓના રક્ષણ અને શ્રી રામની મદદ માટે ભગવાન શંકરનો અગિયારમા રૂદ્ર તરીકે જન્મ થયો હતો. વીર હનુમાનનો પુત્ર એટલે મકરઘ્વજ.

ઐતિહાસિક ઘટના મુજબ મહર્ષિ કશ્યપ-સિંહિકાના પુત્ર રાજા ‘‘રાહુ દેવ’’ સમ્રાટ સૂર્યદેવ અને ચંદ્ર દેવ ઉપર વારંવાર આક્રમણ કરતો હતો. રાજા રાહુ હનુમાનને પોતાનો વિરોધી સમજી પોતે પ્રાણ બચાવવા દેવરાજ ઈન્દ્રની મદદ માટે દોડી ગયો. રાહુને મદદ કરવા ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર સવાર થઈ વજ્ર નામના હથિયારથી હનુમાન ઉપર ઘા કર્યો. ચાર દાંત વાળા સફેદ હાથીને ફળ માની તેને ખાઈ જવા હનુમાને છલાંગ મારી. હનુમાનનું વિકરાળ, અગ્નિદેવ જેવું રૂપ જોઈને ઈન્દ્ર ગભરાયા. તેમણે હનુમાન ઉપર વજ્રાસ્ત છોડ્યું. મારૂતીના અંગનું હાડકું તૂટતાં તેઓ ઘાયલ થયા. મારૂતીના પિતા વાયુદેવ કોપીત થયા. બ્રહ્માંડનો વાયુ રક્ષશિન કરી દીધો. પૃથ્વીલોકનાં ખરાબ કર્મોથી દેવરાજ ઈન્દ્ર વરસાદને રોકી દઈ ત્રાસ પોકરાવી દે છે તેમ વાયુદેવે વાયુ સ્થગિત કરી સર્વ દેવો, ઋષિઓ, માનવોને ત્રાહીમામ્ ત્રાહીમામ્ કરી તરફડતા કરી દીધા.

ઈન્દ્ર સહિત તમામ દેવો, ઋષિઓ દાદા બ્રહ્માને લઈને વાયુદેવ પાસે ગયા. સર્વ ઘટનાઓની ચર્ચાઓ થઈ. બ્રહ્માએ હનુમાનને મૂર્છામાંથી મંત્રોચ્ચારથી જાગૃત કર્યા. બ્રહ્માની આજ્ઞાથી વાયુદેવે પવનને પણ વહેતો કર્યો. સર્વને આનંદ થયો. મારૂતી ઉપર પ્રસન્ન થયેલા દેવોએ મારૂતીને એક એક વરદાન આપ્યું.

૧. ઈન્દ્રદેવે તેમના વ્રજથી મારૂતીના ડાબી દાઢીનું હાડકું તોડી નાંખેલ, તેમણે મારૂતીને વરદાન આપી જણાવ્યું કે, હવેથી તમો હનુમાન કહેવાશો. મારૂં વ્રજ તમોને હવે પછી કંઈક કરી શકશે નહિં.

૨. સૂર્યદેવના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. હનુમાનને ચારે વેદોનું સંપૂર્ણ જ્ઞાન આપેલ. ચારે વેદોના પંડિત હતા. સૂર્યદેવે હનુમાનને તેમના તેજનો સોમો ભાગ અર્પણ કર્યો હતો.

૩. રાજા વરૂણ દેવે દશ લાખ વર્ષનું આયુષ્ય અર્પણ કરી અને કહ્યું કે, હે મારૂતી, મારા જળથી કદી પણ તમારૂં મૃત્યુ થશે નહીં.

૪ રાજા યમરાજે વરદાન આપ્યું કે, મારા દંડથી તમો કદી મરશો નહિ. સદાય તમારૂં શરીર વ્રજનું રહેશે.

૫. રાજા કુબેરદેવે વરદાન આપી જણાવ્યું, કે હે હનુમાન ! ભયંકર અને ખૂંખાર યુદ્ધમાં પણ તમને કોઈ પ્રકારનો કશો શોક થશે નહિ. મારી ગદાથી લડાઈમાં તમને કોઈ હણી શકશે નહીં.

૬. શિલ્પાધિપતિ વિશ્વકર્માએ વરદાન આપી જણાવ્યું. મેં આજદિન સુધી જેટલાં પણ હથિયાર બનાવ્યાં છે તેનાથી તમો મરશો નહીં.

.
બોલો મહાવીર બજરંગ બલિ કી જય

Saturday, March 20, 2010

ચાણક્ય નીતિ + ચતુરાઈ ની નીતિ



૧)     ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.

૨)     સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે.

૩)     જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.

૪)     જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.

૫ )     જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત  ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે.


૬)     જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.

૭)     જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.

૮)     મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.

૯)     દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.

૧૦)     બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.

  સંબધોની કસોટી

૧૧)     કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે.

સાચો મિત્ર

 ૧૨)     કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.

મૂર્ખાઈ

૧૩)     જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.

વિવાહ

 ૧૪)     પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.

કોનો વિશ્વાસ ના કરાય ?

 ૧૫)     લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.

સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ

૧૬)     અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.

સ્ત્રી સમોવડી

૧૭)     પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.


રક્ષણ

૧૮)     મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.

ચંચળ લક્ષ્મી

૧૯)     લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે.

ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૧ )

૨૦)     જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .

ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૨ )

૨૧)     જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.

અયોગ્ય પ્રદેશ

૨૨)     જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.

Thursday, March 18, 2010

108 મણકાઓ ની માળા + 108 મણકાઓ નું રહસ્ય

 
108 મણકાઓ ની માળા

માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.


 બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.

 જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.




108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના

9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.

આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય છે.

વાસ્‍તુશાસ્‍ત્ર + વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો

             વાસ્‍તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્‍પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્‍તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્‍કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્‍યક્તિ વાસ્‍તુને વધુમાં વધુ મહત્‍વ એટલા માટે આપે છે કે, તમે જેને તમારી કહી શકો તેવી જગ્‍યા તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે. હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ ખૂબ વધ્‍યું છે. જો કે, આપણી પાસે તો આપણા ઋષિકાળનું સંપૂર્ણ વાસ્‍તુશાસ્ત્ર ઉપલબ્ધ છે અને જે કોઈ શાસ્‍ત્રો હાલ ઉપલબ્ધ છે તે બધામાં મોટેભાગે સામ્‍ય જોવા મળે છે, જે દર્શવે છે કે પૃથ્વી તથા ચુંબકીય તરંગોના વિજ્ઞાનને સમજવાથી વાસ્‍તુમાં એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વાસ્‍તુશાસ્‍ત્ર વિશે તથા ફેંગશુઈ વિશે ઘણુ ઘણુ લખાય છે, પરંતુ મૂળ વાત એ છે કે તમારા હ્રદયને પહેલી નજરમાં જ સ્‍પર્શી જાય તે ઉત્તમ વાસ્‍તુ છે. કોઈપણ વાસ્‍તુનો આ ટેસ્‍ટ અતિ મહત્‍વનો છે કારણ કે જ્યારે કોઈ જગ્‍યાએ પોઝીટીવ વાઈબ્રેશનનું વહન થતું હોય ત્‍યારે જ આપણાં મનમાં સારા ભાવ જન્‍મે છે. દા. ત. કોઈ ઘરમાં પ્રવેશતાંની સાથે જ સુંદર ઘંટડીનો અવાજ સંભળાય, દિવાલો પર આંખને ગમી જાય તેવો રંગ જોવા મળે, સામે જ એકાદ સુંદર પ્રતિમા જોવા મળે કે આછેરી હવાની લ્‍હેર બાજુમાં પસાર થઈ જાય તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્‍યારબાદ સુંદર રીતે ગોઠવાયેલ સોફા પર સ્‍થાન લેતાની સાથે જ આપણું મન હકારાત્‍મકતાથી ભરપૂર બની જાય ત્‍યારબાદ આપણે ધારવા છતાં પણ તે ઘરના માલિક સાથે નકારાત્‍મક અભિગમ નહીં દાખવી શકીએ, અને આ જ વાસ્‍તુની સર્વપ્રથમ સિદ્ધિ છે.

આટલી વાત સમજ્યા બાદ વાસ્‍તુશાસ્ત્રના થોડા ગહન ભાગ પર આપણે નજર નાંખીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રહ્માંડમાંથી અગણિત પ્રકારના કિરણો પૃથ્‍વી પર આવતા હોય છે તથા પૃથ્વીના ચુંબકીય રેખત્‍વ સાથે મળતા હોય છે. આ કિરણો સદિશ હોવાથી દિશા પ્રમાણે પણ તેનું મહત્‍વ હોય છે.

હવે સામાન્‍યતઃ આ કિરણો તથા તેની અસરથી આપણે અજાણ હોઈએ છીએ, જો કોઈ ચોક્કસ વ્‍યવસ્‍થા દ્વારા યોગ્‍ય દિશા તથા જગ્‍યાને ઓળખીને આ કિરણોને તે જગ્‍યા માટે હકારાત્‍મક બનાવવામાં આવે તો તે જગ્‍યાએ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. અને તેથી ઉલટું જો કોઈ જગ્‍યા આ કિરણો અને દિશાથી વિરૂદ્ધ હશે તો તે જગ્‍યાએ શોક, હતાશા અને નિરાશા વ્‍યાપી જશે, આમ આપણા જીવનની ખુશહાલી અને સમૃદ્ધિનો ઘણો બધો આધાર વાસ્‍તુ પર છે. આથી જ આપણું ઘર, ઑફિસ, કારખાનું નોકરીનું સ્‍થળ, ક્લીનીક, ખેતીવાડી જેવી કોઈપણ જગ્યા વાસ્‍તુ મુજબ હોય એ જરૂરી છે.

આમ જોવા જઈએ તો વાસ્‍તુશાસ્ત્રના હજારો નિયમ છે, વળી બે અલગ-અલગ વિચારધારા મુજબ ક્યારેક વાસ્‍તુશાસ્ત્રમાં ગૂંચવણ પણ ઊભી થાય છે. આથી તમામ વિચારધારા પ્રમાણેનું વાસ્‍તુ લગભગ અશક્ય જેવી ઘટના બની જાય છે. પરંતુ વૈદિક વિચારધારા મુજબના વાસ્‍તુશાસ્ત્રનું યોગ્‍ય રીતે અનુસરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે તે નિર્વિવાદ છે.

હવે સૌ પ્રથમ આપણે દિશાભાન મેળવી લઈએ, આપણે દસ દિશામાં જીવીએ છીએ તેમ કહી શકાય, પૃથ્વી તરફ એટલે કે નીચે, આકાશ તરફ એટલે કે ઉપર અને ચાર દિશા તથા ચાર ખૂણા આવો સૌ પ્રથમ આપણે ચાર દિશા તથા ખૂણા નક્કી કરી લઈએ.

કોઈપણ જગ્‍યાએ ચોક્કસ દિશા તથા ખૂણા નક્કી કરવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરી શકાય, હોકા યંત્ર સરળતાથી માર્કેટમાંથી મેળવી શકાય છે. વળી થોડો અભ્‍યાસ થઈ ગયા બાદ સૂર્ય પરથી ચોક્કસ દિશાભાન તુર્ત જ મળી શકે છે. આમ છતાં જ્યારે ચોક્કસ ખૂણો તથા ડિગ્રીની વાત આવે ત્‍યારે હોકાયંત્રનો ઉપયોગ હિતાવહ છે.

વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો

     રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.
 
     નાહીધોઈને ઘરની સ્‍ત્રીએ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.

     ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો.

     ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું.

     ઘરમાં મંદિર જમીનથી ત્રણ ફુટથી વધુ ઊંચુ ન રાખો.

    પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખો- એમ કરવાથી દેવદોષ થાય છે.

     તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિ‍ણ તરફની દીવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો.

     આવા તિજોરી/કબાટ ઉપર અન્‍ય કોઈ જ ચીજ વસ્‍તુ ન રાખો. તે ભાર કરશે.

     ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દીવાલો ખાલી રાખો. પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્‍યાં રાખી શકો.

     સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો.

     મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમર- પીઠનો દુઃખાવો તથા સ્‍પોન્‍ડીલાઈટીસ થવાથી શકયતા વધે છે.

     સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબાગાળે માથાનો દુઃખાવો તથા અનિદ્રા થશે.

     ડાઈનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પછા આવતા નથી અને ખર્ચા છે.

     ઘરમાં કેકટસ કે કાટાંળા છોડ શોભા માટે ન રાખવા કે ઉગાડવા કારણ તેનાથી ઘરમાં સભ્‍યો વચ્‍ચે શત્રૂતા વધશે.

     તમારા ઘરનું બારણું દક્ષિ‍ણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્‍તુદોષ દૂર થાય છે.

     ભગવાનના ગૃહમંદિરમાં મૃત દાદા- દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપણા કોઈપણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો. આ બધી ખૂબ સૂક્ષ્‍મ બાબતો છે.

     પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલેચુકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વુક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળીયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી.

     ભોજન કરતી વખતે મુખ પુર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું.

     અભ્‍યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્‍યાસ કરવો.

     ઘરમાં આવવા જવા માટે મુખ્‍ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કર્યા માટે આવવા/જવા માટે પાછલા કે અન્‍ય દરવાજાનો ઉપયોગ ન કરવો.

     નાસ્‍તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહિં.

     સંધ્‍યા સમય પછી ઝાડું કાઢશો નહિં. ઝાડું કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો.

     ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂંપડું ઉભુ રાખશો નહિં. આમ થવાથી ઘરમાં કંકાશ થશે અને ગરીબી આવશે.

     દાદરા નીચે બેસીને પૂજા ન કરો.

     ઘરમાં તૂટેલો અરીસો, તડ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં. એ દુર્ભાગ્‍ય લઈ આવશે.

     ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળીયામાં ન વાવો. સંતતિનો નાશ થશે.

     પુરૂષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહિ.

     નવા વસ્‍ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવા.

     દાતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવા.

     પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો.

     સંધ્‍યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્‍નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્‍તુદેવતા કોપાયમાન થાય છે.

     હતાશા કે નિરાશામાં પણ નિઃસંતાન નાખી‘ઓય રે’ ‘ હાય રે’ અથવા તો ‘ હું આ ઘરથી થાકી ને કંટાળી ગઈ છું’વગેરે શબ્‍દો ન બોલો. નિયતિ (પ્રારબ્‍ધ) સુક્ષ્‍મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે.

     આખા વરસમાં બે વખત ભલે સત્‍યનારાયણની કથા જેવા પણ દેવકાર્યો કરો.

     સંધ્‍યા સમયે તથા સવારે નાહીંને ઘરમાં અવશ્‍ય દીવાબત્તી કરો.

     ઘરની સૌધાગ્‍યવતી સ્‍ત્રીઓએ કાળા કપડાં ન પહેરવાં. સેંથો પૂરી, મંગલસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું- આ તમારું સૌભાગ્‍ય વધારશે.

     ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ફરશો નહીં.

     ઘરની દિવાલોનો તથા બારી- બારણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ ન વાપરવો.

     ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી.

     ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી.

     ઘરમાં તુલસીની પૂજા જરૂર થી રાખવી.

     પ્રવેશદ્રારની સામે તરત જ ઘરમાં જૂતા સ્‍ટેન્‍ડ ન રાખો.

     ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્‍યનું ચિત્ર સુખ શાંતિ આપે છે, ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફુલોનું ચિત્ર ઉત્‍સાહ પ્રેરે છે, ઈષ્‍ટદેવનું ચિત્ર આસુરી શકિતનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃધ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે.

     જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્‍તી તૂટેલા રમકડાં, તૂટેલા ફોટા, ધૂળ ખાતાં ખોખાં, ડબા- ડુબલી જે કાંઈ રોજીંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્‍ડરો, રંગના સૂકાઈ ગયેલા ડબ્‍બા, તુટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટયુબ- ટાયર બધું નિકાલ કરી નાખો. દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્‍તુ ન રાખો. જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે.


વાસ્તુમાં રંગનું મહત્વ
દરેક રંગને પોતાનો એક ગુણધર્મ હોય છે, તથા પોતાના તરંગોની એક માત્રા છે. જો આ રંગને યોગ્ય દિશામાં તેના ગુણધર્મને આધારે ચયન કરવામાં આવે તો વાસ્તુમાં આપણે સુંદર પરિણામ પ્રાપ્તા કરી શકીએ છીએ. અહીં આપણે દિશા, તેના અધિપતિ ગ્રહ તથા તેનો અનુકૂળ રંગ વિશે જાણીએ.


(૧) ઈશાન કોણ : ઈશાન કોણ અતિ પવિત્ર કોણ છે. આ કોણનો અધિપતિ ગ્રહ ગુરુ છે. આથી આ દિશામાં પીળો રંગ વધુ લાભદાયક રહે છે. આ ઉપરાંત ક્રીમ કલર, વાઈટ કલર, ગોલ્ડન કલર, ઓફ વ્હાઈટ કલર આ કોણ માટે શુભ રંગ બને છે.

(૨) ઉત્તર દિશા : ઉત્તર દિશા કુબેરની દિશા છે. તેનો મૂળ સ્વભાવ વ્યાપાર છે. અધિપતિ ગ્રહ બુધ હોવાથી લીલોરંગ શુભ બને છે. લીલા રંગ ઉપરાંત ડાર્ક, ગ્રીન રૂપેરી રંગ આસમાની રંગ પણ આ દિશા માટે શુભ છે.

(૩) વાયવ્ય કોણ : વાયુતત્વમાં ચંદ્ર અધિપતિ થતો હોઈ સફેદ રંગ શુભ બને છે. આ ઉપરાંત કોઈપણ સફેદને લગતો લાઈટ કલર ઉપયોગમાં લઈ શકાય ગુરુ મિત્ર રાશિ હોઈ પીળો કે સોનેરી કલર પણ લઈ શકાય.

(૪) પશ્ચિમ દિશા : પશ્ચિમ દિશાના અધિપતિ શનિ દેવ છે. તેથી વાદળી રંગ શુભ થાય છે. શનિને કાળાશ પસંદ હોઈ ડાર્ક કલર, મોરપીંછ કલર, રીંગણી કલર વગેરે. આ દિશામાં શુભ બને છે.


(૫) નૈઋત્ય દિશા: આ દિશાનો માલિક રાહુ બને છે તેથી કાળો રંગ તથા કોફી રંગ શુભ બને છે. આ ઉપરાંત શનિ અને બુધ મિત્ર હોઈ રીંગણી કલર, વાદળી કલર તથા લીલો કલર શુભ બને છે.

(૬) દક્ષિ‍ણ દિશા : આ દિશાનો માલિક મંગળ હોઈ ભડકા કલર પ્રિય બને છે, ખાસ કરીને લાલ રંગ શુભ બને છે. લાલ સાથે ગુલાબી કે નારંગી રંગ અથવા રતાશ પડતો રંગ પણ શુભ બને છે. આંખો ચોંટી જાય તેવો ભડકા કલર મંગળને પ્રિય છે.

(૭) અગ્નિ કોણ: આ કોણનો અધિપતિ શુક્ર છે. શુક્રને ફ્લોરોસન્ટ ટાઈપના ચળકતા રંગો ગમે છે. આ દિશામાં રૂપેરી રંગ, સફેદ રંગ કે લાલ રંગને ચળકતો રાખવામાં આવે તો શુભ છે.
 
(૮) પૂર્વ દિશા : આ દિશાનો સ્વામી સૂર્ય છે. વહેલી સવારના કિરણો જેવો સોનેરી રંગ તેને પ્રિય છે. સોનેરી, રૂપેરી, પીળો, સફેદ, ક્રિમ તેના શુભરંગ બને છે સાથે સાથે બુધ પરમ મિત્ર હોવાથી લીલો રંગ પણ અહીં સારો ગણાય. રાતો રંગ પણ લઈ શકાય.

(૯) બ્રહ્મસ્થાન : આ સ્થાન અવકાશનું સ્થાન હોઈ આસમાની રંગ, સફેદ, ક્રિમ કે પીળાશ પડતો રંગ શુભ ગણાય છે.

Wednesday, March 17, 2010

કાલસર્પ યોગની શાંતિ માટેના શ્રેષ્ઠ ઉપાય

જન્મકુંડળીમાં જો કોઇ દોષ હોય તો તેનું નિવારણ પણ હોય છે. આવો જ એક યોગ છે કાલસર્પ. યોગ્ય જાણકારી ના હોવાને કારણે કાલસર્પ યોગથી હંમેશાં લોકો પીડાતા રહે છે. કાલસર્પ દોષને દૂર કરવા માટેના કેટલાક અસરકારક અને શ્રેષ્ઠ ઉપાય અહીં પ્રસ્તુત છે.

 જન્મકુંડળીમાં કાલસર્પ યોગ હોય તો કોઇ સિદ્ધ શિવ ક્ષેમાં વિધિવત શાંતિ કરવો. સંપૂર્ણ કાલસર્પ યંત્રની સ્થાપના કરીને નિત્ય સર્પ સૂક્ત પાઠ કરો. નાગ ગાયત્રીમંત્રનો જપ કરવો શ્રેયકર છે, સોમવારે શિવાલયમાં જઇને શિવલિંગ પર ચાંદીમાંથી બનાવેલા સર્પના જોડાંને અર્પણ કરો. લાલ કિતાબ અનુસાર કેતુના અશુભત્વને દૂર કરવા અથવા અશુભત્વને ગણેશ પૂજન કરીને શુભત્વમાં પરિર્વિતત કરી શકાય છે. લાલ કિતાબમાં ઉલ્લેખ છે કે સરસ્વતી દેવીની પૂજા-આરાધના કરીને રાહુના અશુભત્વને દૂર કરી શકાય છે. ચાંદીના સર્પાકાર લોકેટમાં ગોમેદ અને વૈદૂર્યમણિ જડાવીને ધારણ કરવાથી રાહુ-કેતુના શુભત્વમાં વૃદ્ધિ થાય છે. રાહુ-કેતુ છાયાગ્રહ છે. તે દૂર્ગા પૂજનથી શાંત થાય છે, કારણ કે દેવી દૂર્ગાને છાયારુપેણ માનવામાં આવે છે.નાગને નાથનાર ભગવાન શ્રીકૃષ્ણની તસવીર સામે બેસીને ૧૦૮ વાર  નમો ભગવતે વાસુદેવાયનો દરરોજ જપ કરો. તેનાથી જરૃર શુભ ફળ મળશે.

 રાહુ-કેતુની પ્રતીક સામગ્રી કોઇ સુપાત્રને દાન કરતા રહેવાથી આ બંને ગ્રહોના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં દરરોજ ભગવાન શંકરને દૂધ-જળનો અભિષેક કરવાથી રાહુ-કેતુ વ્યક્તિનું કંઇ અનિષ્ટ કે અશુભ કરી શક્તા નથી. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવાથી અથવા સોળ સોમવારનું વ્રત કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. પીડાકારક રાહુ-કેતુને પ્રસન્ન કરવા અથવા શુભતા મેળવવા માટે તેમના બીજમંત્રોનો રાત્રે નિયમિત જપ કરવો જોઇએ. શિવ સહસ્ત્રનામ અને હનુમાન સહસ્ત્રનામનો નિત્ય પાઠ કરવાથી અનેક પ્રકારની ગ્રહપીડામાં શાંતિ થાય છે. કન્યાદાન કરવાથી રાહુ અને કપિલા ગાયનું દાન કરવાથી કેતુના કોપમાં શાંતિ મળે છે.

 રાહુ માટે આછા નીલા અને કેતુ માટે આછા ગુલાબી રંગનાં વસ્ત્ર પહેરવાં અને દાન કરવું શાંતિદાયક છે. રાહુ-કેતુના શાંતિ અર્થે અઢાર શનિવાર રાહુ-કેતુની પૂજા કરવી જોઇએ અને ઉપવાસ પણ કરવો જોઇએ. રાહુ-કેતુની શાંતિ માટે શ્વેત ચંદનના ટુકડાને નીલા રેશમી વસ્ત્રમાં લપેટીને બુધવારે ધારણ કરવું જોઇએ.

 બુધવાર અથવા ગુરુવારે અશ્વગંધાના મૂળના ટુકડાને આસમાની રંગના કપડામાં લપેટીને ધારણ કરવાથી કેતુની પીડાનું શમન થાય છે. ૨૦૦ ગ્રામ જેટલી ચાનું ૧૮ બુધવાર સુધી દાન કરવાથી રોગકારક અનિષ્ટકારી રાહુ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો કેતુ રોગકારક હોય તો રોગગ્રસ્ત વ્યક્તિએ પોતાના હાથે ઓછામાં ઓછા ૭ બુધવાર સુધી ભિક્ષુકોને હલવો ખવડાવવો.રાહુ-કેતુની અશુભતાના નિવારણ માટે તેમના પ્રિય રત્ન ગોમેદ અને લસણિયાનું દાન કરવું જોઇએ. રાહુની શાંતિ માટે શ્રાવણ માસમાં રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ અને કેતુની શાંતિ માટે નવરાત્રિમાં છિન્નમસ્તાદેવીનું નવ દિવસ અનુષ્ઠાન કરવું જોઇએ.રુદ્રાક્ષની માળાથી દરરોજ  નમઃ શિવાય મંત્રનો પંચમુખી શિવજીની તસવીર સામે બેસી પાંચ માળાનો જપ કરો.રાહુ-કેતુની અશુભતા તીવ્ર હોય તો મહામૃત્યુંજય મંત્રનો બ્રાહ્મણ પાસે જપ કરાવો.ભગવાન નરસિંહ અથવા ભૈરવની પૂજા તથા સ્તુતિ અને દર્શન કરવાથી રાહુ-કેતુની બાધા કે દોષ દૂર થાય છે.

રાશી અનુસાર જ્યોતિષ ઉપાયો

સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૃરિયાત હોય છે. એટલે આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. તેથી રાશિને અનુરૃપ નીચે કેટલાક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે તેને અપનાવીને લોકોની ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.

મેષ રાશિઃ શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ.શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

મંત્રઃ  હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિ દેહિ દેહિ હ્રીં નમઃ ।

ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદયે નમઃ ।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘શ્રીં’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.

વૃષભ રાશિઃ બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

મંત્ર - શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।

ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૃ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

મિથુન રાશિઃ ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.

દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.

મંત્ર : શ્રીં શ્રી હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મ્યૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમ : ।

ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.

કર્ક રાશિઃ સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.

મંત્રઃ  શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન પાલિન્ય મહાલક્ષ્મ્યૈ અસ્માકં ।

        દારિદ્રય નાશય નાશય પ્રચુરં ધન દેદિ ક્લીં હ્રીં શ્રીં  ।

ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.

સિંહ રાશિઃ બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.

દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.

કન્યા રાશિઃ કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.

ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.

તુલા રાશિઃ મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.

દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.

વૃશ્ચિક રાશિઃ ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ નમો નારાયણાય’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘દેહી સૌભાગ્ય આરોગ્ય દેહિ મે પરમં સુખમ્ । રૃપં દેહિ એ દોહિ યશો દેહિ દ્વિષો જાહ ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.

ધન રાશિઃ શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.

મંત્ર :  વક્રતુણ્ડાય હું ।

લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.

‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મકર રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.

શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે.કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૃ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મંત્ર :  ઐં હ્રીં શ્રીં સં સિદ્ધિ દો સાધય સાધય સ્વાહા ।

સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.

મીન રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૃપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ એકદન્તાય વિદ્મેહ, વક્રતુણ્ડાય ધીમહિ તન્નો હન્તી પ્રચોદયાત્’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

લાલ કિતાબ અનુસાર ગ્રહોના જ્યોતિષીય ઉપાયો

સૂર્યના ગ્રહના જ્યોતિષીય નુસખા

  >>>  નિર્ધન બાળકોની સહાયતા કરવી, સદ્ચરિત્ર બનવું. મા અને દાદીની  આશિષ  મેળવવી. પ્રજ્ઞાચક્ષુને  ભોજન અને ભિક્ષા આપવાં.

 >>>  ગંગાજળ એક ચાંદીના ઘરમાં રાખવું, મંદિરમાં દાન કરવું. નાનાં લાલ મોઢાવાળાં માંકડાને ગોળ અને ચણા ખવરાવવાં.

   >>>  સળગતો અગ્નિ દૂધથી હોલવવો. જમીનમાં ચાંદીનો ચોરસ ટુકડો દાટવો. બ્રાહ્મણ અને કાળી ગાયની સેવા કરવી. પાણીનો ઘૂંટડો પીને કાર્ય   કરવું.

  >>> ગોળ ખાઈને પાણી પીને, કાર્યનો પ્રારંભ કરવો. કાળી/લાલ ગાયની સેવા કરવી. ગોળ અને ઘઉં મંદિરમાં ચઢાવવાં. દક્ષિણમુખી ઘર બનાવરાવવું નહીં.

                   ચન્દ્ર ગ્રહના જ્યોતિષીય નુસખા

  >>> જળાશયમાં પૈસા નાખવા. સોમવારે સફેદ કપડામાં મોરસ બાંધીને પાણીમાં વહેવડાવી દેવી.
 
  >>> ચાંદીમાં મોતી પહેરવું.                

  >>> પલંગની ચોફેરના ખૂણે તાંબાની ખીલી લગાવી દેવી.

  >>> હોસ્પિટલમાં પરબ લગાવવી. સસલું પાળવું. માતા-પિતાની સેવા કરવી. દૂધ અને ચોખાનું દાન કદાપિ કરવું નહીં.

 >>> દર્દીઓને મફત દવા આપવી. કૂવાનું સમારકામ કરાવવું. ફકીરને તાંબાનું પાત્ર યા પૈસા અને ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરવું.

 >>>  સેવકની ધન થકી સહાયતા કરવી. પાણીનો ઘૂંટડો અને કાર્યનો પ્રારંભ કરવો. છતની નીચે કૂવો કે જળકૂપ રાખવા નહીં.

 મંગળ ગ્રહના જ્યોતિષીય નુસખા

 >>> રેવડી, પતાસાં પાણીમાં વહેવરાવવાં, વીજળીનો કારોબાર સંભાળવો. ઘરમાં મૃગચર્મ રાખવું. ભાઈઓ અને મિત્રોની સહાયતા કરવી.

 >>> ઘરમાં હાથીદાંત યા હાથીદાંતની વસ્તુઓ રાખવી. સફેદ રંગની વસ્તુઓ પોતાની પાસે રાખવી, ચાંદીની વીંટી જમણા હાથની આંગળીએ ધારણ કરવી.

 >>> હનુમાનજીને સિંદૂર ચઢાવવું, લાડુનો ભોગ ધરાવવો. મૂંગા રત્નને ધારણ કરવું. લાલ રંગનું વસ્ત્ર સદા સાથે રાખવું. મોટાં ભાઈ-ભાભીની સેવા કરવી.

 >>> પાણીમાં ગોળ નાખી સૂર્યને આ પાણીનો અર્ધ્ય આપવો. વહેતા પાણીમાં ગોળને વહેવડાવવો. ચાંદી, ચોખા પોતાની પાસે રાખવા ઘરમાં હથિયાર રાખવાં નહીં.

 બુધ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> ઘરના પૂર્વી દ્વારમાં સૂર્યની લાલ વસ્તુઓ લગાવવી. બકરીનું દાન કરવું. રાત્રે મગ પલાળી રાખી પ્રાતઃ જાનવરોને ખવરાવવા. ઢાક અથવા આંબાનાં પાન ગાયના દૂધમાં ધોઈને તે જમીનમાં દાટી દેવાં. ફટકડીથી દાંતની સફાઈ કરવી. આખા મગની દાળ ભોજનમાં ખાવી નહીં.

>>> ગોળ વહેતાં પાણીમાં વહેવડાવવો. કેસર ખાવું અને તેનું તિલક કરવું. સોના કે ચાંદીની સાંકળ પહેરવી.

 >>> ગળામાં તાંબાનો પૈસો પહેરવો. લોઢાની લાલ રંગની ગોળી પાસે રાખવી. ખાલી વાસણોમાં તાંબાનો પૈસો નાખી પોતાની પાસે રાખવા.

 ગુરુ ગ્રહના જ્યોતિષી નુસખા

>>> કેસરનું તિલક કરવું. તેલ, બદામ, નારિયેળ પાણીમાં વહેવડાવવાં. નાક સાફ રાખવું. સોનું ગળામાં પહેરવું.

 >>> ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં આપી દેવી. હળદર કે કેસરનું તિલક કરવું. મહેમાનોની સેવા કરવી. ભલાઈનાં કામ કરવાં. સાપને દૂધ પાવું.

>>> શ્રી ગણેશજી અને શિવજીની પૂજા, આરાધના કરવી. પૂજાના સ્થાનની નિયમિત રીતે સાફસૂફી કરી કરવી.

  >>> ચણાનું મંદિરમાં દાન કરવું. પીપળામાં જળ સિંચન કરવું. સોનું ધારણ કરવું. બાળકો સહિત ભાગીદારીમાં વ્યાપાર કરવો.

 >>> શિવજીનાં પૂજા-અર્ચના કરવાં. ગળામાં સુવર્ણ ધારણ કરવું. કપડામાં લાલ ચંદન બાંધી તે પોતાની પાસે રાખવું.

 શુક્ર ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> ગાય અને માતાની સેવા કરવી. સફેદ પથ્થરને ધોઈને તેના પર સફેદ ચંદન લગાવીને પાણીમાં વહેવડાવવો. સદ્ચરિત્ર રહેવું. વિધિવત્ વિવાહ કરવો.

>>> દહીં કે રૃ મંદિરમાં ભેટ કરવું. તેલ વહેવડાવવું. ધરતી પર તેલ પધરાવવું.

>>> કાળી ગાયને ઘાસ વગેરે ખવરાવવું. દહીંથી સ્નાન કરવું. ગોળ ખાવો નહીં.

>>>  સ્ત્રીનું કદાપિ અપમાન કરવું નહીં. પરસ્ત્રીગમન થકી બચવું.

 શનિ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> વાંદરું પાળવું વાંદરાને ચણા ખવરાવવા. વડના મૂળમાં દૂધ સીંચીને તે માટીનું તિલક કરવું. કાળો સૂરમો ભૂમિમાં દાટવો. કાળા અડદ, બદામ, તેલ, કાળું કપડું, લોઢું, વીંટી, ચમચો કોઈ સાધુને દાનમાં આપવો.

>>> નારિયેળ યા બદામ વહેવડાવવાં પગરખાનું દાન કરવું. સાપને દૂધ પાવું, તેલ ભરેલા વાસણમાં પોતાનું મુખ જોઈને તે તેલ પાણીમાં વહેવડાવી દેવું. કાળા અડદ અને સરસિયાનું તેલ મેળવીને તે પાણીમાં વહેવડાવવું.

>>> ગણેશજીનાં પૂજા-અર્ચના કરવાં. ચણાની દાળ પાણીમાં વહેડાવવી. સદાય પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવવું. વ્યસનથી દૂર રહેવું. કોઈની સાથે છેતરપિંડી કરવી નહીં. જૂઠું બોલવું નહીં.

 રાહુ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> માતા સાથે સંબંધ રાખવો. હાથીના પગની માટી કૂવામાં પધરાવવી. ચાંદીની મજબૂત ગોળી પોતાની પાસે રાખવી. વિદ્યુતનો સામાન સાસરી પક્ષમાંથી લેવો નહીં.

>>> સરસ્વતી માતાજીને સતત છ દિવસો સુધી નીલા રંગનાં પુષ્પો અર્પણ કરવા. શીશા/સિક્કાની ગોળી પોતાની પાસે રાખવી.

>>> પોતાની આવકનો કેટલોક ભાગ કન્યા કે બહેનને આપતા રહેવું. ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો. રસોડામાં બેસીને ભોજન કરવું.

કેતુ ગ્રહના જ્યોતિષીય નુસખા
>>> કન્યાઓની સેવા કરવી. કદાપિ પત્નીનું અપમાન કરવું નહીં. કેસર કે ચંદનનું તિલક કરવું. ચાલચલગત બરાબર રાખવી.

>>> કેળાં મંદિરમાં દાનમાં આપવાં, કાળા અને સફેદ તલને પાણીમાં વહેવડાવવા, જમણા હાથની આંગળીમાં સોનાની વીંટી પહેરવી.

>>> સાત-સાત કેળાં નિરંતર ચાર દિવસો સુધી પાણીમાં વહેવડાવવાં. અભિમાનનો ત્યાગ કરવો.